ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. પહેલા દિવસે ગાંધીધામના ભાજપના ધારાસભ્ય  માલતીબેન મહેશ્વીરીએ કહ્યું, પૂર્વ સરકારે ખૂબ સારું કામ કર્યું. જેના જવાબમાં વિપક્ષે કહ્યું તો કેમ હટાવ્યા. ગૃહમાં સતાપક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા અને હળવો હંગામો થયો હતો.  કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે કહ્યું, પૂર્વ સરકારના વખાણ કરો છો તો કેમ હટાવ્યા? વિપક્ષે કહ્યું પૂર્વ સરકારને આશ્વાસન આપવા માટે એક કલાકનો સમય આપો.


પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ગૃહમાં પહોંચ્યા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે નિતિન કાકા આવો કહીને આવકાર્યા હતા. જ્યારે નેતા વિપક્ષ પરેશ ધાનાણી ઉભા થઈને આવકારવા સામે ગયા હતા. ગૃહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આજે ખાસ દિવસ છે. મહિલા અધ્યક્ષ તરીકે આજે નિમાબેનની પસંદગી થઇ છે. આજે વરસાદ પણ રાજ્યભરમાં મન મૂકી ને વરસી રહ્યો છે. નવા અધ્યક્ષ, નવા સીએમ અને નવી સરકાર ફુલગુલાબી વાતાવરણ આજે નિર્માણ પામ્યો છે.



રાજ્યમાં લાભ પાંચમ મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે
ચાલુ વર્ષે 2021 - 22 માં મગફળી ખરીદી લાભ પાંચમથી થશે. 1લી ઓક્ટોબર નોંધણી શરૂ થશે. 10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી કરવા માટે દરખાસ્ત કેન્દ્રમાં મુકાઈ. કૃષિ મંત્રી રાઘવજીનો ગૃહમાં જવાબ. રાજ્યમાં લાભ પાંચમ મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે તેવી જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૃહમાં કરી. લાભ પાંચમ પહેલા મગફળી આવતા છે તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. મગફળી ખરીદીમાં કૌભાંડ થયા હોવાના મામલે ગૃહમાં સતાપક્ષ અને વિપક્ષ આમને સામને. મગફળી ખરીદીમાં કોઈ કૌભાંડ થયું નથી. બે વર્ષ સુધીની માહિતી મારી પાસે છે. બે વર્ષ પહેલાંની માહિતી મારી પાસે નથી, તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલ કહ્યું.


બે વર્ષમાં 2019થી 2020 વચ્ચે 17 ચેક પોસ્ટ પર 192061 વિદેશી દારુ 18769 બિયર બોટલો પકડાઇ
ગુજરાત રાજ્યની મધ્યપ્રદેશને જોડતી સીમાઓ પર દારૂની હેરફેરી બન્યું સ્પોર્ટ. બે વર્ષમાં 2019થી 2020 વચ્ચે 17 ચેક પોસ્ટ પર 192061 વિદેશી દારુ 18769 બિયર બોટલો પકડાઇ. જેમાં 402 આરોપીઓ પકડાયા જ્યારે 62 આરોપીઓ પકડવાના બાકી. વર્ષ 2020-21 મા 19 ચેક પોસ્ટ પર 198523 વિદેશી દારૂ બોટલ અને 17720 બિયર બોટલ પકડાઇ. જેમાં 378 આરોપીઓ પકડાય જ્યારે 135 આરોપીઓ ને પકડવાના બાકી. પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલના સવાલ પર સરકારનો જવાબ.


અમદાવાદ શહેર-જિલ્લામાં ૨૮ ટી પી સ્ક્રીમ‌ને મંજૂરી આપવામાં આવી
અમદાવાદ શહેર જિલ્લામાં ૨૮ ટી પી સ્ક્રીમ‌ને મંજૂરી આપવામાં આવી છે. જોકે તેની સામે હજુ પણ ૧૭૮ ટીપી સ્કીમ મંજૂરી  વગર પડતર પડી છે. કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર કર્યો છે.