ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું અત્યારે સત્ર ચાલી રહ્યું છે, ત્યારે આજે સત્ર દરમિયાન ગૃહમા માસ્ક પહેરવા અંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ટકોર કરી હતી. કૉંગ્રેસનાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને અધ્યક્ષએ કહ્યું, આપ છીંક ખાઇ રહ્યાં છો માસ્ક પહેરી રાખો.
આ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, જો ટેસ્ટ કરાવવો હોય તો પણ કરાવી લો. ટેસ્ટ કરાવામાં શરમાવાનું ન હોય.