ગાંધીનગરમાં કોરોનાનો નવા સ્ટ્રેનની એન્ટ્રી થઇ ચૂકી છે. આફ્રિકાથી આવેલી વ્યક્તિમાં કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યો છે. મૂળ કલોલના અને  આફ્રિકા થી આવેલી વ્યક્તિમાં કોરોનાનો  નવો સ્ટ્રેઇનનો કેસ નોંધાયો છે.


મૂળ કલોલના આફ્રિકાથી આવેલી આ વ્યક્તિનો કેસ શંકાસ્પદ લાગતા તેના  સેમ્પલને  નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પુણે મોકલાયા છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 715 નવા કેસ નોંધાયા હતા જ્યારે 495 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે મૃત્યુ થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1ન મોત થયું છે.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4420 લોકોના કોરોનાથી મોત થયા છે.


રાજ્યમાં અત્યાર સુધી 2,68,198 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.95 ટકા પર પહોંચ્યો છે. હાલ 4006 એક્ટિવ કેસ છે.  જેમાંથી 51 લોકો વેન્ટિલેટર પર અને 3955  લોકો સ્ટેબલ છે. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 18,38,382 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 4,61,434 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 1,10,130 લોકોને રસી આપવામાં આવી છે.