ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની બે દિવસની કાર્યવાહીના બીજા દિવસે આજે કોરોના મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવી દીધો હતો. કોંગ્રેસે ગૃહમાં હલ્લાબોલ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ્યા હતા. સી.એમ. પટેલ ગૃહ છોડી બહાર નિકળી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ ‘રામ જય રામ જય જય રામ ભાજપ કો સદબુદ્ધિ દે ભગવાન ની ધૂન’ ગૃહમાં શરૂ કરી હતી.  


આજે વિધાનસભા ગૃહમાં કોરોનાના આંકડા મુદ્દે  કોંગ્રેસે હોબાળો કર્યો હતો. રાજ્યમાં થયેલા મોતના આંકડાઓમાં વિસંગતતાને લઈને હોબાળો કર્યો હતો. વેલમાં કોંગ્રેસના તમામ ધારાસભ્ય ઘસી આવ્યા હતા. હાથમાં પોસ્ટરો લઈને ધારાસભ્ય વેલમાં પ્રવેશ્યા. વેલમાં આવેલ તમામ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યને અધ્યક્ષે આજના દિવસ માટે સસ્પેડ કરી દીધા હતા. 


કોંગ્રેસના હોબાળાને પગલે સાર્જન્ટ ગૃહમાં પ્રવેશ્યા. ધારાસભ્યો ન્યાય આપોના નારાઓ સાથે વિધાનસભા વેલમાં બેસી ગયા. પ્રશ્નોત્તરી કાળ સુધી વિધાનસભા સ્થગીત કરવામાં આવી છે. ધારાસભ્ય વેલમાં નારાઓ લગાવી રહ્યા છે. કોંગ્રેસ પક્ષના તમામ ધતાસભ્યોનો ગૃહમા જબદસ્ત વિરોધ. પોસ્ટરો લઈને વેલમાં ધારાસભ્યો બેસી ગયા. નારાઓ ચાલુ. 


કોંગ્રેસે કોરોના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. રાજ્યમા ઓગસ્ટ 2021 સુધી કોરોનાથી 3864 લોકોના મોત થયા હોવાનુ સરકારે ગૃહમાં જણાવ્યું હતું. મૃતકોના પરિવારજનોને સહાય આપવા અંગે કહ્યું હતું કે, કોઈ સહાય ચુકવવાની થતી નથી.  જો કે , સરકાર રોજના અવસાન નોધ મુજબ ઓગસ્ટ મહિના સુધીમા 10,081  લોકોના મોત દર્શાવ્યા છે. 


રાજય સરકારનું નાણાકીય વર્ષ 2020 - 21ની સ્થિતિમાં 3,00,959 કરોડ દેવું હોવાનો રાજ્ય સરકારનો સ્વીકાર. વર્ષ 2019-20 મા 26,791 કરોડ અને વર્ષ 2020-21 મા 33,864 કરોડ દેવામાં વધારો થયો. પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલના સવાલ પર રાજ્ય સરકારનો જવાબ.


રાજ્યમાં કોરોના મહામારીના કારણે ખાનગી શાળાઓમાં ફી ઘટાડવા માટે રજૂઆતો મળી હોવાનો રાજ્ય સરકારનો સ્વીકાર. 2020 -21 માં 50 અરજીઓ અને વર્ષ 2021 - 21 માં 61 અરજીઓ મળી.


વિધાનસભામાં રેમડેસિવિર ઈંજેકશનનો મુદ્દો. ગેરકાયદેસર રેમડેસિવિક ઈંજેકશન મામલે કેસ. અમદાવાદમાં 56 વ્યકિતઓ પાસેથી પકડાયો જથ્થો. કોરનામાં 54 વ્યક્તિઓ સામે કોર્ટમાં કેસ દાખલ.


રાજ્યમા ઓગસ્ટ 2021 સુધી કોરોનાથી 3864 લોકોના મોત થયા હોવાનુ સરકારે ગૃહમાં જણાવ્યું. મૃતકોના પરિવારજનોને સહાય આપવા અંગે કોઈ સહાય ચુકવવાની થતી નથી. રાજ્ય સરકારનો લેખિતમાં જવાબ. જો કે સરકાર રોજના અવસાન નોંધ મુજબ ઓગસ્ટ મહિના સુધીમા 10,081  લોકોના મોત દર્શાવ્યા છે.


તાઉતે વાવઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવવાનો મામલો. શિયાળામાં હજુ પણ વીજ પુરવઠો નથી થઈ શક્યો પૂર્વવત. મરીન કેબલની મરમતના કારણે વીજ પુરવઠો પૂર્વવત નથી થઈ શક્યો. ધારાસભ્ય અંબરીશ ડેરના પ્રશ્ન પર સરકારનો જવાબ.



રાજ્યની યુનિવર્સિટી માટે લોકપાલ રાજ્ય સરકારને મળતો ન હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો. વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ભરતજી ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણમંત્રીએ સ્વીકાર કર્યો છે કે સર્ચ કમિટીની બેઠકમાં નક્કી થયા પ્રમાણે લોકપાલ માટેનો ઉમેદવાર હજુ મળતો નથી. લોકપાલ માટે પુનઃ જાહેરાત આપવામાં આવશે. આ જાહેરાત આપવાની કાર્યવાહી પ્રગતિમાં હોવાનો પણ દાવો કર્યો.