ગાંધીનગરઃ ભાજપે પોતાની કોર ટીમની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સહિત 12 સભ્યો કોર ટીમમાં છે. પ્રદેશ ભાજપ ચાર મહામંત્રી પ્રદિપસિહ વાઘેલા, વિનોદ ચાવડા, ભાર્ગવભાઈ ભટ્ટ, રજની પટેલને પણ સ્થાન અપાયું. રાજ્ય સરકારના બે મંત્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સ્થાન અપાયું છે. આ સિવાય બે પુર્વ મંત્રી શંકર ચૌધરી અને ગણપત વસાવાને સ્થાન અપાયું છે. તો એક સાંસદ રજંનબેન ભટ્ટને પણ સ્થાન અપાયું.




રાજનીતિમાં એન્ટ્રીને લઈને ખોડલધામના નરેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?


રાજકોટઃ રાજનીતિમાં એન્ટ્રને લઈને ખોડલધામના નરેશ પટેલે ફરી એકવાર નિવેદન આપ્યું છે. રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન. સમાજ ઇચ્છશે તો ચોક્કસપણે રાજકારણમાં આવીશ. બંને પક્ષો તરફથી સમાજને મહત્વ મળે છે. રાજકારણમાં દરેક સમાજ સાથે હોય તો જ રાજકારણ થઈ શકે. તેમણે આ નિવેદન પત્રકાર પરીષદમાં આપ્યું હતું. આજે ખોડલધામનો પંચ વર્ષીય પાટોત્સવ છે, ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું. 


ખોડલધામ ખાતે સમાજજોગ સંબોધનમાં નરેશ પટેલે કહ્યું હતું કે, જે યજ્ઞ હતો તે વિશિષ્ટ પ્રકારનો યજ્ઞ હતો. 2011માં પ્રસાદ તરીકે લાડવો આપવામાં આવ્યો હતો. પડધરી તાલુકાના ડુંગરકા ગામના ખેડૂતે પોતાના મંદિરમાં આજદિન સુધી લાડવો સાચવી રાખ્યો હતો. આજે પણ એ લાડવો એવોને એવો છે. આજના દિવસે આ ખેડૂત મહાયજ્ઞના યજમાન હતા. 2017 ની નરેશભાઈ પટેલે વાત કરી. 2017 થી આજ સુધી ખોડલધામએ અનેક રેકોર્ડ સ્થાપ્યા હતા. કેશુબાપાને નરેશભાઈ પટેલે યાદ કર્યા. બાપાએ રાજકોટથી મૂર્તિનું પ્રસ્થાન કરાવ્યું હતું. પાંચ વર્ષ દરમીયાન દીકરા દીકરીઓને માર્ગદર્શન આપી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયા. સરદાર પટેલ ફાઉન્ડેશનમાં અનેકવિધ સેવાકીય અને શિક્ષણના કાર્ય થયા.


ખોડધામમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવવામાં આવશે. 2022 પછી રાજકોટ 25 કિમિ દૂર અમરેલી ગામમાં શિક્ષણ અને આરોગ્યધામ બનશે. અમરેલી ગામમાં ખોડલધામ મંદિરે જમીન લીધી. વાર બપોર સાંજ માતાજીની આરાધના થાય છે. મેગેજીન પણ પ્રસારિત થાય છે. ખોડલધામ ચેરમેન નરેશ પટેલની મોટી જાહેરાત, દરેક સમાજના મહાપુરુષો પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. 


તેમમે કહ્યું કે, વાત લાંબી થશે. દરેક વર્ષે કાર્યક્રમ થયા. જે ઉત્સવો ઉજવણી થઈ તે સૌ સાક્ષી છે. ખોડલધામ પરિસર માં ઘણા રેકોર્ડ પ્રસ્તાવિત થતા રહ્યા છે. ગિનિસ બુક.... લિમ્કા બુક.... ગોલ્ડન બુક... વગેરે મળ્યા છે. 2017 થી નક્કી કરીય કે 7 દિસથી થી મૂર્તિ આવી હતી. સવારે 4 વાગ્યે રાજકોટ થી પૂર્વ સીએમ કેશુભાઈ પટેલે પ્રતિમા પ્રસ્તાવિત કરવી હતી. લાખો ટુ વહીલર એક પણ અણબનાવ વગર અહીં પહોંચ્યા હતા.  ખોડલધામ ટ્રસ્ટની ઓફિસમાં એક ઓફિસ ખેડૂતો માટે પણ બનાવવામાં આવી. ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ કરવાનું આયોજન છે. પાટીદાર સમાજ માટે મોટી જાહેરાત નરેશ પટેલે કરી. રાજકોટથી 25 કિલોમીટર દૂર અમરેલી ગામે શિક્ષણ અને આરોગ્ય ધામ બનાવવામાં આવશે.. અમરેલી ગામમાં ખોડલધામ ટ્રસ્ટ જમીન ખરીદી. લોકોએ સામાજિક પ્રસન્નગો સાદાઈથી ઉજવણી કરવી જોઈએ. કોરોનાએ આપણને સાદાઈથી જીવન જીવતા શીખવ્યું.


સોમનાથ દાદા ના સાનિધ્યમાં સોમનાથ ભવન નું લોકાર્પણ થશે જે શ્રાવણ મહિનામાં થશે. ખોડલધામ એ સંસ્થા નથી એક વિચાર છે. વિચાર ક્યારેય નષ્ટ થતો નથી. માત્ર લેઉવા પટેલ સમાજ નહિ સર્વ સમાજ નો સાથ મળ્યો છે. દરેક સમાજ નો સાથ સહકાર મળ્યો છે. દરેક સમજે અહીં સહકાર આપ્યો છે. દરેક સમાજના મહાપુરુષોની પ્રતિમા અહીં સ્થાપિત થશે.