Gujarat BJP Update: ગુજરાત ભાજપ લોકસભાની ચૂંટણી માટે એક્શનમાં આવી ગયુ છે, પ્રથમ યાદી જાહેર થઇ ચૂકી છે, આજે બીજી યાદી જાહેર થઇ શકે છે, પરતુ આ બધાની વચ્ચે હવે ભાજપ પોતાની નેક્સ્ટ લેવલ સ્ટ્રેટેજી પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે. આજે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપે પોતાના સહ પ્રવક્તાના નામની જાહેર કરી દીધી છે. 


લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો જીતવા માટે ભાજપે કમર કરી છે, કમલમમાં વેલકમ પાર્ટી યોજીને ભાજપ દિગ્ગજ વિપક્ષી નેતાઓને પોતાના પક્ષમાં લાવી રહી છે. આજે ભાજપે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની સૂચના મુજબ યમલ વ્યાસ દ્વારા રાજ્યમાં સહ-પ્રવક્તા જાહેર કર્યા છે. લોકસભા ચૂંટણીને અનુલક્ષી ભાજપે સહ-પ્રવકતાઓ જાહેર કર્યા છે. આ લિસ્ટમાં દીપક જોશી, અશ્વિનભાઈ બેંકરને ભાજપે સહ-પ્રવકતા બનાવ્યા છે, આ ઉપરાંત આ લિસ્ટમાં જયેશ વ્યાસ, ઘનશ્યામ ગઢવી, તેમજ જૈનિક વકીલ અને રાજિકાબેન કચેરિયાનું નામ પણ સામેલ છે. 


ભાજપે જાહેર કરેલા સહ પ્રવક્તાઓની યાદી -


1. જૈનિકભાઈ વકીલ
2. દીપકભાઈ જોશી
3. ઘનશ્યામભાઈ ગઢવી
4. અશ્વિનભાઈ બેન્કર
5. જયેશભાઈ વ્યાસ
6. રાજિકાબેન કચેરિયા


'કમલમ'માં ભાજપની 'વેલકમ પાર્ટી', મહેશ વસાવા-મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા


લોકસભા પહેલા ફરી એકવાર ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે, આજે ગાંધીનગરમાં આવેલા ભાજપના કમલમમાં એક મેગા વેલકમ પાર્ટીનું આયોજન કરાયુ હતુ, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં દિગ્ગજ નેતાઓએ ભાજપ જૉઇન કર્યુ છે, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ સહિત હજારો કાર્યકરો ભાજપમાં જોડાયા છે, આ તમામનું સીઆર પાટીલે ખેસ પહેરાવીને પક્ષમાં સ્વાગત કર્યુ છે. આજે ગાંધીનગરમાં કમલમમાં ભાજપની વેલકમ પાર્ટી યોજાઇ હતી. આજેની વેલકમ પાર્ટીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તમામને ભાજપનો કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. આ વેલકમ પાર્ટીમાં પૂર્વ MLA મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા, આ ઉપરાંત પાલનપુરના પૂર્વ MLA મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા.




આજે સંજયભાઈ મોરી ભાજપમાં જોડાયા હતા, આ ઉપરાંત જગદીશભાઈ પટેલ, બાલુભાઈ છોટુભાઈ વસાવા, કનુભાઈ વસાવા, પ્રિન્સ મકવાણા, કનુભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ગંગારામ પટેલ, દેવસીભાઈ પટેલ, પાર્થ વસાવા, કોકિલાબેન તડવી, ચંપક વસાવા, રમેશભાઈ વસાવા અને ભરૂચ જિલ્લાના AAPના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા.


ભાજપની બીજી યાદીમાં આ બે બેઠકો પર મહિલા ઉમેદવારો કપાશે, જાણો પુરુષોમાં કોણ છે રેસમાં આગળ ?


ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો ગણગણાટ શરૂ થઇ ગયો છે. ભાજપે પ્રથમ યાદી જાહેર કરી, તો કોંગ્રેસે પણ પોતાની પ્રથમ યાદીમાં જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા. જોકે, ગુજરાતમાં ભાજપે પ્રથમ યાદીમાં 26 બેઠકોમાંથી 15 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે, પરંતુ કોંગ્રેસે હજુ ગુજરાતના પત્તા ખોલ્યા નથી. ત્યારે હવે ચર્ચા છે કે, ભાજપ આજે પોતાની બીજી યાદી જાહેર કરી શકે છે, અને આ લિસ્ટમાં 11 ઉમેદવારોના નામ આવી શકે છે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, ભાજપ પોતાની આજે બીજી યાદી જાહેર કરી શકે છે, અને આ લિસ્ટમાં ગુજરાતની 11 બેઠકોનો સમાવેશ થઇ શકે છે. આજે ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 11 ઉમેદવારોના નામ હશે, પરંતુ આમાં સૌથી મોટુ ટ્વીસ્ટ્સ આવી શકે છે મહિલા ઉમેદવારોને લઇને કેમકે સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે કે, ભાજપ રાજ્યમાં મહેસાણા અને સુરતથી મહિલાઓના સ્થાને પુરૂષ ઉમેદવારોને મેદાનમા ઉતારી શકે છે. મહેસાણા અને સુરત બેઠકો છોડીને અન્ય બેઠકો ભાજપ મહિલા ઉમેદવારો ઉતારી શકે છે. જો આમ થશે તો મહેસાણાથી પુરૂષ ઉમેદવારને ટિકીટ અપાય તો રજની પટેલનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે, અને સુરતથી પુરૂષ ઉમેદવારને ટિકીટ અપાય તો મુકેશ દલાલનું નામ પણ લગભઘ નક્કી છે.