ગાંધીનગરઃ ગુજરાતમાં મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા નેતાઓ સામે પગલા ભરવાની માંગ હવે ભાજપના સાંસદે કરી છે. ભાજપના સાંસદે ધડાકો કર્યો છે કે, ભાજપ-કોંગ્રેસના નેતા પોતાને ' સમથિંગ ' સમજે છે. સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા નેતાઓ સામે પગલાં લો. નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે, જે બાબતે સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે.

મનસુખ વસાવાએ કહ્યું કે સામાન્ય માણસ જ્યારે કાયદાનો ભંગ કરે છે તો પગલાં લેવાય છે, તો બાકીના લોકો સામે પણ પગલાં લેવાવા જોઈએ. નેતા જ જો નિયમ ન પાળે તો સામાન્ય વ્યક્તિ પાસે આશા ન રાખવી જોઈએ. કોઈપણ પાર્ટીના નેતાઓ હોઈ ભાજપ કે કોંગ્રેસ દરેકે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. ભાજપ અને કોંગ્રેસના લોકો પોતાની જાત ને સમથિંગ સમજે છે.

સી. આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારે કાર્યકર્તાઓએ મર્યાદા ચુકીને ઉતાવળા પગલાં લીધા હતા, બાદમાં ભૂલ સુધારી છે. ભારતીબેન શિયાળ ઉપાધ્યક્ષ બન્યા તેમના વધામણામાં કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવીને ગરબા રમ્યાએ ખોટું છે. પ્રધાનમંત્રી માર્ગદર્શન કરી રહ્યા હોઈ તેને ખાસ કરીને આપણે નેતા તરીકે પહેલા નિયમો પાળવા જોઈએ.