Gujarat Politics News: લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. તાજા સમાચાર પ્રમાણે, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર કોંગ્રેસને ટાટા બાય બાય કહી શકે છે. સુત્રો અનુસાર, આજે અંબરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામુ આપી શકે છે અને આવતીકાલે ભાજપમાં જોડાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, અંબરીશ ડેરની આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત થઇ ગઇ હતી, જે પછી રાજીનામાની આ તમામ અટકળો અને વાતો વહેતી થઇ હતી. આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. અંબરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપી હવે ભાજપમાં જોડાઈ એવી શક્યતા છે.


સુત્રો તરફથી માહિતી મળી છે કે, કોંગ્રેસ નેતા અંબરીશ ડેર આવતીકાલે ભાજપમાં જોડાશે. મોટી સંખ્યામાં સમર્થકો સાથે અમરીશ ડેર ભાજપમાં જોડાશે. આવતીકાલે કમલમમાં સી.આર.પાટીલના હસ્તે અંબરીશ કેસરિયો ખેસ ધારણ કરશે. સુત્રો અનુસાર, અમરેલીના ધારાસભ્યો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. અમરેલીના ધારાસભ્યો સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચશે. ખાસ વાત છે કે, રાજુલા બેઠકથી અંબરીશ ડેર વિધાનસભા ચૂંટણી લડી શકે છે. જોકે, બીજીબાજુ રાજુલાથી હીરાભાઈ સોલંકી રાજીનામું આપી શકે છે અને હીરાભાઈ સોલંકી ભાવનગરથી લોકસભા ચૂંટણી લડી શકે છે.


સુત્રો અનુસાર, કોંગ્રેસના મોટા નેતા અંબરીશ ડેર આજે પાર્ટી છોડી શકે છે, આજે અંબરીશ ડેર પ્રદેશ કૉંગ્રેસને મોકલી આપશે રાજીનામું. આજે જ ભાજપના અમરેલીના MLA સાથે પાટીલની મુલાકાત થઇ હતી અને બાદમાં અમરેલીના તમામ ધારાસભ્યોને પ્રદેશ ભાજપનું તેડુ આવ્યુ હતુ. આજે સાંજ સુધીમાં અમરેલીના તમામ ધારાસભ્યો ગાંધીનગર પહોંચશે. અંબરીશ ડેરનું ઓપરેશન પાર પાડવામાં લોકસાહિત્યકારે મોટી ભૂમિકા ભજવી છે. અંબરીશ ડેરના સમર્થકો તેમને ભાજપમાં જોડવવા ઈચ્છી રહ્યાં છે. અમરીશ ડેરનો પરિવાર હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલો છે. અગાઉ પણ અંબરીશ ડેરને ભાજપમાં જોડાવવા અનેક પ્રયાસો ચૂક્યા છે.