ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપનાં જાહેર કરાયેલ 39 જિલ્લા-મહાનગરો પ્રમુખો બાદ આ તમામ જિલ્લા-મહાનગરોનું આંતરિક માળખું પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 39 જેટલા જિલ્લા-મહાનગરોનાં સંગઠનનું આંતરિક માળખું જાહેર કરવામાં આવ્યું છે. હવે માત્ર બે જ જીલ્લા મહાનગરોનું માળખું બાકી છે. અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાનું માળખું બાકી જાહેર કરવાનું બાકી છે.


સાબરકાંઠામાં જયંતિભાઈ દેવાભાઈ પટેલ(જે.ડી. પટેલ)ની પ્રમુખ, રણજીતસિંહ રાઠોડ, મુળજીભાઈ પટેલ, રવિન્દ્રભાઈ બારોટ, જયેશભાઈ પટેલ, જયંતિભાઈ પટે, પ્રજ્ઞાબેન પટેલ, મુકેશભાઈ સોલંકી અને ભીખુસિંહ ઝાલાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે વિજયભાઈ પંડ્યા અને કનુભાઈ પટેલની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત કોદરસિંહ પરમાર, મીનાબેન જોષી, પ્રિયંકાબેન ખરાડી, કપીલાબેન ખાંટ, ભાનુમતીબેન પટેલ, મીનાક્ષીબેન ગઢવી, દિપકકુમાર નિનામા અને વર્ષાબેન સથવારાની મંત્રી તરીકે નિણૂંક કરવામાં આવી છે. જ્યારે જયેશભાઈ શાહની કોષાધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

આવી જ રીતે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો રાજેન્દ્રકુમાર જેઠાભાઈ પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેમજ શામળભાઈ પટેલ, વનિતાબેન રાજાભાઈ પટેલ(આહીર), ભુપતસિંહ સોલંકી, કેસરીસિંહ ઝાલા, રાજુભાઈ નિનામા, લાલસિંહ ચૌહાણ, ચંદ્રીકાબેન શાહ અને દિપકભાઈ પટેલી ઉપપપ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય ભીખાજી ઠાકોર, હસમુખભાઈ પટેલ અને શૈલેશભાઈ ભોઇની મહામંત્રી અને મુકેશસિંહ રાઠોડ, કમળાબેન પરમાર, સંગીતાબેન પટેલ, મમતાબેન કલાસવા, ઇન્દિરાબેન ખાંટ, શ્રદ્ધાબેન જોષી, રૂમાલસિંહ પરમાર અને મણીભાઈ પંચાલની મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે નિશાંતકુમાર પટેલની કોષાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ભાજપ દ્વારા કુલ 39 જિલ્લા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આ છે. ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ શહેર પ્રમુખની જાહેરાત કરવામાં આવી નથી.

અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે હર્ષદગીરી ગોસાઇ, સુરત શહેર પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝમેરા, સુરત જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંદિપ દેસાઈની વરણી કરવામાં આવી છે. વડોદરા શહેરના પ્રમુખ તરીકે ડો. વિજયભાઈ શાહ, વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પટેલ (કોયલી)ની વરણી કરાઈ છે.