Gujarat Budget Session 2024: ગુજરાત વિધાનસભાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 1લી ફેબ્રુઆરીથી, નવા વર્ષે બજેટ સત્રની શરૂઆત થવા જઇ રહી છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 1લી ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી મળશે, આ વાતની જાણકારી ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી છે. અધ્યક્ષે હાલમાં જ ગુજરાત વિધાનસભાના ચોથા બજેટ સત્રના જાહેરાત કરી છે. ખાસ વાત છે કે ડિજીટલ વિધાનસભામાં તારાંકિત પ્રશ્નો ધારાસભ્યો ઓનલાઇન પુછશે, આની સાથે સાથે 2જી ફેબ્રુઆરીએ વિધાનસભામાં ગુજરાત બજેટ પણ રજૂ થશે. 


ગુજરાત વિધાનસભાની આગામી બજેટ સત્ર 1લી ફેબ્રુઆરીથી મળવાનું છે, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ વાતની જાણકારી આપી છે કે, આગામી 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળશે, તેમની ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની જાહેરાત કરી છે. શંકર ચૌધરીએ માહિતી આપી છે કે, આ વખતે ડિજિટલ વિધાનસભામાં તારાંકિત પ્રશ્નો ધારાસભ્યો ઓનલાઈન પૂછશે, અને આગામી 2જી ફેબ્રુઆરીએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ થશે. 


ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1લી ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી આખા મહિના દરમ્યાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે, સાથે સાથે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે. વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે આગામી 1લી ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં 2જી ફેબ્રુઆરીએ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે, જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમ્યાન વિધાનસભા સત્ર ચાલશે.


વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે. વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ છે. આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે. જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઇન માધ્યમથી  કરે તે માટેના પ્રયત્નો રહેશે.