ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણીની આવતી કાલે મતગણતરી થવાની છે. પેટા ચૂંટણીની 8 બેઠકો માટે કુલ 25 ગણતરી મથકો પર મતગણતરી થશે. 7 વિધાનસભા બેઠકો માટે 2 - 2 મતગણતરી મથકો, જ્યારે લીંબડી બેઠક માટે 3 મતગણતરી મથકો રહેશે. વિધાનસભાની આઠેય બેઠક દીઠ એક મતગણતરી મથક પર બેલેટ પેપરની ગણતરી થશે. 8 વિધાનસભા માટે કુલ 97 ટેબલ પર મત ગણતરી હાથ ધરાશે.
દરેક મતદાન મથક પર થર્મલ સ્કેનિંગ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી મત ગણતરી થશે. ટેબલ દીઠ સોશિયલ ડિસ્ટન્સના કારણે એજન્ટને મુશ્કેલી ન પડે માટે મોનીટર ડિસ્પ્લે મુકાશે. દરેક મતદાન ગણતરી સેન્ટર પર મેડિકલ ટિમ ઉપલબ્ધ હશે. મતગણતરી મથકો ઉપર 320નો સ્ટાફ ઉપસ્થિત રહેશે
ક્યાં કેટલા રાઉન્ડમાં થશે ગણતરી?
અબડાસા 30 રાઉન્ડ
લીંબડી 42 રાઉન્ડ
મોરબી 34 રાઉન્ડ
ધારી 29 રાઉન્ડ
ગઢડા 27 રાઉન્ડ
કપરાડા 27 રાઉન્ડ
કરજણ 28 રાઉન્ડ
ડાંગ 36 રાઉન્ડ
આવતી કાલે ગુજરાતની 8 વિધાનસભા બેઠકોના પરિણામ થશે જાહેર, જાણો કેવી રીતે થશે મત ગણતરી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Nov 2020 04:12 PM (IST)
પેટા ચૂંટણીની 8 બેઠકો માટે કુલ 25 ગણતરી મથકો પર મતગણતરી થશે. 7 વિધાનસભા બેઠકો માટે 2 - 2 મતગણતરી મથકો, જ્યારે લીંબડી બેઠક માટે 3 મતગણતરી મથકો રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -