ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતની 8 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા 7 બેઠકો માટેના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જોકે, હજુ સુધી સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે લીંબડી બેઠક પર ઉમેદવારની જાહેરાતને લઈને મોટા સ માચાર સામે આવ્યા છે.


ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ લીંબડી બેઠકની જાહેરાત સંદર્ભે મોટુ નિવેદન આપ્યું છે. એકાદ દિવસમાં લીંબડી બેઠકનાં ઉમેદવાર પણ જાહેર કરી દઈશું. પેટા ચૂંટણીનાં ચૂંટણી પ્રચારમાં ગુજરાતનાં મોટા નેતાઓ પણ જોડાશે. સીએમ, ડે સીએમ અને પ્રદેશ પ્રમુખનો ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ બની રહ્યો હોવાનો ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાનો દાવો છે.



નોંધનીય છે કે,  ભાજપે પોતાના 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં ડાંગ બેઠક પરથી વિજય પટેલ, મોરબી બેઠક પર બ્રિજેશ મેરઝા , ધારી બેઠક પર જે.વી.કાકડિયા, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા , કપરાડા બેઠક પર જીતુ ચૌધરી, ગઢડાથી આત્મારામ પરમાર, કરજણ બેઠક પર અક્ષય પટેલને ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે.