ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે અને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી સામે આવી છે. આ યાદીમાં ભાજપના 30 નેતાઓને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે.
આ યાદીમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, અલ્પેશ ઠાકોર, ઋત્વિજ પટેલને ચૂંટણી પ્રચારની જવાબદાર સોંપવામાં આવી છે. જોકે, પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો આ યાદીમાં સમાવેશ કરાયો નથી.
ગુજરાત પેટાચૂંટણીઃ ભાજપના સ્ટાર પ્રચારકોમાં કોનો કોનો થયો સમાવેશ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Oct 2020 03:47 PM (IST)
ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી સામે આવી છે. આ યાદીમાં ભાજપના 30 નેતાઓને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -