તેમણે આજે જણાવ્યું હતું કે, હું ફોર્મ પાછું ખેંચવાનો નથી. હું અપક્ષ લડીશ અને જીતિશ. કોંગ્રેસે છેક સુધી ટિકિટ આપીશું એમ કહ્યુ અને છેલ્લે કોળી સમાજ ને ટિકિટ ન આપી. એટલે મેં અપક્ષ ઉમેદવારી કરી છે. મારો ભાજપ કે કોંગ્રેસ કોઇએ સમ્પર્ક કર્યો નથી. આમ, જીતનો દાવો કરનાર ગોપાલ મકવાણાનું ફોર્મ રદ થઈ ગયું છે.
નોંધનીય છે કે, લીંબડીમાં કુલ 20 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જેમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત અપક્ષના 17 ફોર્મ છે. ગોપાલ મકવાણાનું ફોર્મ રદ થતા હવે ભાજપના કિરીટસિંહ રાણા અને કોંગ્રેસના ચેતન ખાચર વચ્ચે ચૂંટણીજંગ જામશે.
ગઈ કાલે ગોપાલ મકવાણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે મને અને કોળી સમાજને અન્યાય કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેને મારી ઉમેદવારીથી નુકશાન જશે. મારે મારા ફઈ કલ્પનાબેન સાથે બોલવાનો પણ સંબંધ નથી. કોંગ્રેસ કે ભાજપ કોઈએ કોળી સમાજને ટીકીટ ન આપી માટે મેં ઉમેદવારી કરી છે. તમામ સમાજના લોકો મારી સાથે છે અને હું જીતીશ. લીંબડી વિધાનસભા બેઠક પર કુલ 2,62,088 મતદારો માંથી 85,601 મતદારો કોળી સમાજનાં છે.