હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ગાંધીનગર પાસે આવેલો ઈન્દ્રોડા પાર્ક સાત મહિના બાદ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ગીર ફાઉન્ડેશન દ્વારા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ નિયમ કરેલા નિયમનું પાલન હેઠળ પ્રવાસીઓને એન્ટ્રી મળશે. ઈન્દ્રોડા પાર્કમાં દર કલાકે 50 મુલાકાતીઓને જ પ્રવેશ મળી શકશે. અગાઉ દરરોજ 1200 જેટલા લોકો ઉદ્યાનની મુલાકાતે આવતા હતા. જોકે હવેથી 400 લોકો ઈદ્રોડા પાર્કને મુલાકાત લઈ શકશે.


ઉદ્યાનની અંદર મુલાકાતીઓ પાંજરાને અડે નહીં અને ખાદ્ય પદાર્થ ન ખવડાવે તેની માટે બફર ઝોનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઈદ્રોડા પાર્કમાં નવા આકર્ષણ તરીકે 37થી વધુ મગર જોવા મળશે. પાર્કમાં સેનિટાઈઝરની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. મુલાકાતીઓએ ફજિયાત માસ્ક અને સેનિટાઈઝરના નિયમનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

ગુજરાતમાં 1191 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. રાજ્યમાં શુક્રવારે વધુ 11 લોકોનાં મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3620 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1279 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 1,39,149 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.