Gujarat Cabinet : ગુજરાત સરકારની આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.  કેબિનેટ બેઠકમાં જમીન રિ સર્વે અંગે મોટો નિર્ણય કરાયો છે. જે મુજબ જમીનના પ્રમોલ્ગેશન રાજ્યભરમાં શરૂ થશે. રાજ્યમાં આધુનિક મશીનથી જમીનનો રિ સર્વે થશે. અગાઉ જમીન રિ સર્વે માટે બે જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે, જૂનો જમીન સર્વે રદ્દ કરવામાં આવશે. અગાઉ સરકારે જમીનના સર્વે માટે રૂ. 700 કરોડ ચૂકવ્યા હતા. સરકારને ખેડૂતો તરફથી અનેક ફરિયાદો સર્વેની મળી હતી. જુના સર્વેમાં અનેક ફરિયાદો મળી હતી. જેમાં જમીનોના નકશાઓ બદલાઈ ગયા હતા, જે બાદ સરકારે નવેસરથી જ જમીન રી સર્વે કરવાનો નિર્ણય લીધો છે.


રૂપાણી સરકારે રિ સર્વેનો ફેંસલો કર્યો હતો. આ માટે એજન્સીને 700 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.  જમીન રિ સર્વેમાં અનેક ગોટાળા થયા હોવાની વિગતો પણ સામે આવી હતી.  જમીન રિ સર્વે રદ્દ્ કરાતા ખેડૂતોને મોટી રાહત મળશે. રિ સર્વેમાં ઘણા ખેડૂતોની જમીન બદલાઈ ગઈ હતી.


રખડતા ઢોરને લઈ કેબિનેટમાં શું લેવાયો નિર્ણય


રાજ્યમાં રખડતા ઢોરના કારણે થતી ઘટનાઓ અટકાવવા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યમાં ફરતા આખલાનું રસીકરણ કરવામાં આવશે, હાલ રાજ્યમાં 50 હજાર આખલાઓ ફરે છે.  આખલાઓને રસીકરણ માટે ગૌ સંવધર્ન કેન્દ્રમાં મુકાશે. 8 મહાપાલિકામાં 17 જેટલા કેટલ પોન્ડ બનાવશે.


નવા શૈક્ષણિક વર્ષથી વાલીઓને લાગશે ફટકો


નવા શૈક્ષણિક વર્ષથી વાલીઓને મોટો ફટકો લાગી શકે છે. શાળા સંચાલક મહામંડળ દ્વારા એફઆરસી એ નક્કી કરેલ બેઝિક ફી સ્ટ્રક્ચરમાં વધારાની માંગ કરવામાં આવી છે. શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખી ફી વધારાની કરી માંગ કરી છે. 2017માં એફઆરસીએ બેઝિક ફી સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું. 6 વર્ષ બાદ પણ એજ બેઝિક ફી સ્ટ્રક્ચર રહેતા સંચાલકોએ વધારીની માંગ કરી છે.


કેટલો વધારો માંગ્યો


શાળા સંચાલક મહામંડળે બેઝિક ફી સ્ટ્રક્ચર માં 5-5 હજારનો વધારો કરી આપવા માંગ કરી છે. 15, 25 અને 30 હજાર રૂપિયા બેઝિક ફી નક્કી કરાઈ હતી, ત્રણેય સ્લેબમાં 5 હજારના વધારાની માંગ કરવામાં આવી છે.


શા માટે ફી વધારાની કરી માંગ

નિયમ મુજબ બેઝિક ફી થી વધારે ફી લેવા માંગતા સંચાલકોએ એફઆરસીમાં જવું પડે છે, મોંઘવારીને ધ્યાને રાખી વધારો આપવા સંચાલકોની માંગ છે. ફી વધારો 2023-24 ના શૈક્ષણિક સત્રથી અમલી બને એવી રીતે નિર્ણય લેવા રજુઆત કરવામાં આવી છે.