ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો માટે સબસિડીવાળા યુરિયા ખાતર કરતાં પણ 10 ટકા ઓછા ભાવે નેનો યુરિયા-લિક્વિડ રાજય સરકાર ઉપલબ્ધ કરાવશે. ગાંધીનગરથી મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઇફકો- કલોલ દ્વારા ઉત્પાદિત પર્યાવરણ અનુકૂળ વિશ્વના પ્રથમ નેનો યુરિયા ખાતર-લિકિવિડના જથ્થાને વર્ચ્યુઅલ લીલીઝંડી અપાઈ. ખેડૂતોના હિતમાં સબસિડીવાળા યુરિયા કરતાં પણ 10 ટકા ઓછા ભાવે નેનો યુરિયા-લિકિવિડ રાજ્ય સરકાર આપશે. 



સૌરાષ્ટ્રના કયા ગામમાં આભ ફાટ્યું? હજુ બે દિવસ ભારે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?


 

પોરબંદરઃ રાજ્યમાં 12 વાગ્યા સુધીમાં 85 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. પોરબંદરના મોઢવાડા ગામે આભ ફાટ્યું છે. ભારે વરસાદને પગલે ગામના વોકળા છલકાયા છે. તેમજ વાડી ખેતરો માં જ્યાં જુવો ત્યાં પાણી જ પાણી થઈ ગયું છે. 

 

રાજ્યમાં ચોમાસા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ચોમાસાએ સમગ્ર ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. હવે ચોમાસુ કચ્છ સુધી પહોચ્યું છે. આજે અને આવતી કાલે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે.

 

જામનગર, દેવભૂમિ દ્વારકામાં 2 દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયના અન્ય વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. પવનની ગતિ 50 થી 60 કિમિ પ્રતિ કલાકની રહી શકે છે. 

 

ગોંડલ તાલુકાના મોવિયા ગામે ભારે  વરસાદ ખાબક્યો હતો. સ્થાનિક તંત્રની બેદરકારી સામે આવી છે. મોવિયામાં ભૂગર્ભ ગટરના વિશાળ ખાડાઓમાં વરસાદી પાણી ભરાયું છે. તંત્ર દ્વારા સાવચેતીના બોર્ડ પણ મારવામાં આવ્યા નથી. વરસાદી પાણી ભરાતા મોવિયાના ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા. 

 

મોઢવાડાથી મજીવણા અને શીશલીનો રસ્તો બંધ થઈ ગયો છે. સુરેન્દ્રનગરનાં થાનગઢમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધંધુકા, પાટણ, રાજકોટ, ચીખલી ઉમરપાડા તાલુકામાં બે કલાક મા એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.