ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગૃહ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે પત્રકાર પરીષદ યોજી હતી. પત્રકાર પરીષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમને લઈને મોટું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લગ્નમાં 100 લોકોને મંજૂરી છે. અન્ય ફંક્શનમાં જે હોલમાં કરવાના હોય, તેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે 200 લોકોની મંજૂરી છે. તેમજ ખુલ્લામાં મંડપ નાંખીને કાર્યક્રમ કરવામાં આવે, એમાં કોઇ લિમિટ નથી.
તેમણે ગાઇડ લાઇનનો ભંગ ક્યારે કહેવાય તે અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ હોય, માસ્ક ન પહેર્યું હોય તો ગાઇડ લાઇનનો ભંગ કહેવાય. આપણે માસ્ક માટે દંડ લઈએ છીએ. બીજો કોઈ દંડ લેતા નથી.
ગુજરાતમાં ખુલ્લામાં થતા કાર્યક્રમોમાં કેટલા લોકોને આવવાની છૂટ? જાણો વિજય રૂપાણીની મોટી જાહેરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jan 2021 12:31 PM (IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, લગ્નમાં 100 લોકોને મંજૂરી છે. અન્ય ફંક્શનમાં જે હોલમાં કરવાના હોય, તેમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે 200 લોકોની મંજૂરી છે. તેમજ ખુલ્લામાં મંડપ નાંખીને કાર્યક્રમ કરવામાં આવે, એમાં કોઇ લિમિટ નથી.
તસવીરઃ ગૃહ વિભાગની પત્રકાર પરીષદમાં કોરોના ગાઇડ લાઇન મુદ્દે બોલી રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -