ગાંધીનગરઃ થોડીવારમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજભવન ખાતે પત્રકાર પરિષદ સંબોધવાના છે. તેઓ રાજભવન ખાતે પહોંચી ગયા છે. તેમણે રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો છે. ત્યારે મોટી રાજકીય ઉથલ-પાથલ થવાના સંકેતો મળી રહ્યા છે. જોકે, આ અંગે થોડીવારમાં ખબર પડશે. 


તેઓ ગમે તે ઘડીએ પત્રકારોને સંબોધી શકે છે. જોકે, તેઓ પત્રકાર પરીષદ કેમ સંબોધવાના છે તે જાણી શકાયું નથી. તેમણે અચાનક પત્રકાર પરીષદ બોલાવતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. જોકે, તેમની પત્રકાર પરીષદમાં જ ખબર પડશે કે, તેમનો પત્રકાર પરીષદ બોલાવવાનો હેતુ શું છે. 


ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એક દિવસની ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરીષદ બોલાવી હતી. ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ ગુજરાત આવ્યા છે. કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મહામંત્રીઓ સાથે કરી બેઠક કરી હતી. બી એલ સંતોષ રૂટિન સંગઠનાત્મક મિટીંગ માટે ગુજરાત પહોંચ્યા છે.