ગાંધીનગરઃ  કોરોનામા માતા કે પિતા ગુમાવનાર બાળકો માટેની બાળ સેવા યોજના રાજ્ય સરકારે બંધ કરી હતી. 30 જૂન સુધી આવેલી અરજીઓના લાભાર્થીઓને લાભ મળશે.


મળતી જાણકારી અનુસાર, કોરોના મહામારીમાં સરકારે અનાથ અને નિરાધાર બનેલા બાળકો માટે બાળ સેવા યોજનાની શરૂઆત કરી હતી જેમાં કોરોનાના કારણે માતા પિતા ગુમાવનાર બાળકો હોય તેમના ભરણપોષણથી લઈને વિદેશમાં અભ્યાસ કરવા સુધીની જોગવાઈ રાખવામાં આવી હતી. આ યોજના કોરોનાના સમયગાળામાં માતા કે પિતા ગુમાવનાર બાળકો માટેની બાલ સેવા યોજના આખરે રાજ્ય સરકારે બંધ કરી હતી. કોરોનાના સમયગાળા દરમિયાન પાલકના મૃત્યુ બાદ બાળકને ૨૧ વર્ષનો થાય ત્યાં સુધી રૂપિયા ૪ હજારના પેન્શનની યોજના હતી. રાજ્ય સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા હવે આ યોજના બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


મુખ્યમંત્રી બાળ સહાય યોજનાને લઈ સરકારે સ્પષ્ટતા કરી હતી કે યોજનામાં મંજૂર થયેલી અરજીઓનો લાભ ચાલુ રહેશે. વડાપ્રધાન મોદીના જન્મદિવસે રાજકોટમાં કાર્યક્રમ યોજાશે જેમાં મુખ્યમંત્રી બાળકોના ખાતામાં 17 સપ્ટેમ્બરના રોજ રકમ DBT દ્વારા રકમ જમા કરાવશે. કોરોનાના કેસમાં ઘટાડો થતાં કટ ઓફ ડેટ 30 જૂન રખાઈ હતી. 31 ઓગસ્ટ સુધી અરજી કરવા માટેની અંતિમ તારીખ હતી. જોકે અંતિમ તારીખ પૂર્ણ થતાં નવી અરજીઓ ને મંજૂરી મળશે નહી. યોજના માટેની નવી અરજીઓ સ્વીકારવાની બંધ કરવામાં આવી છે.


સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ જણાવ્યું કે,  કોરોનાકાળમાં કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને ૧૮ વર્ષની વય સુધી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ અપાશે જ. વડાપ્રધાનના જન્મ દિવસે વધુ ૮ હજાર જેટલા નિરાધાર બાળકોને રાજકોટથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ડી.બી.ટી દ્વારા સહાય અપાશે. માતા-પિતા બન્ને ગુમાવેલા ૧ હજાર બાળકોને માસિક રૂ. ૪૦૦૦ની સહાયનો લાભ અપાયો છે. માતા કે પિતા બંન્નેમાંથી કોઇપણ એકનું મૃત્યુ થયેલું હોય તેવા ૪૦૦૦ જેટલા બાળકોને માસિક રૂ. ર૦૦૦ની સહાયનો લાભ રાજ્ય સરકારે આપ્યો છે.


અમદાવાદઃ સોલા સિવિલમાંથી અપહરણ કરાયેલી બાળકી 7 દિવસે મળી, કોણે કર્યું હતું અપહરણ?


India Corona Cases: દેશમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાતા વધી ચિંતા


T20 WC, Indian Squad: T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની થઈ જાહેરાત ? જાણો કેટલા ગુજરાતીને મળ્યું સ્થાન