ગાંધીનગરઃ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સાથે વિલેજ કોમ્પ્યુટર એન્ટ્રરપ્રિન્યોર(વીસીઇ)ના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ મુલાકાત થઈ હતી. આ બેઠકમાં પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં વીસીઇ કર્મીઓની કમિશન પ્રથા બંધ કરી નિશ્ચિત પગાર ધોરણથી રાખવા રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત અગાઉનું કમિશન આપવા મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. 


વીસીઇ પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે તેમના પ્રશ્નોને લઈને મુલાકાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીને તમામ રજૂઆત કરવામાં આવી છે. તેમજ તેઓ તેમની માંગણીને લઈને હકારાત્મક હોવાનું જણાવ્યું હતું.  ચડતર પેમેન્ટ દિવાળી પહેલા ચૂકવાઈ જશે, તેવી મુખ્યમંત્રીએ બાંહેધરી આપી હતી. 


મુખ્યમંત્રી સાથે મુલાકાત પછી વીસીઇ પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીએ પ્રશ્નોના ઉેકલ માટે વચન આપ્યાનો દાવો કર્યો હતો. આ સાથે વીસીઇના વિરોધ પ્રદર્શનના તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, કમિશન પ્રથા બંધ કરી ફિક્સ પગાર મુદ્દે પણ સરકારનો સકારાત્મક અભિગમ હોવાનું જણાવ્યું હતું. 


 


ગુજરાતની સ્કૂલ-કોલેજોમાં કેટલા દિવસનું દિવાળી વેકેશન થયું જાહેર? જાણો ક્યારથી થશે શરૂ?


ગાંધીનગરઃ  ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે 21 દિવસના દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. ટ્વીટમાં શિક્ષણ મંત્રીએ લખ્યું છે કે, ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા ૨ વર્ષથી ચાલી આવેલ ૧૩ દિવસનું દિવાળી વેકેશન હિન્દુ ધર્મ માટે સૌથી મોટો પારિવારિક તહેવાર હોવાથી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવે છે. આ વેકેશન પહેલી નવેમ્બરથી શરૂ થઈ જશે. 


નોંધનીય છે કે, રાજ્યમાં 7મી જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. સ્કૂલોમાં પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ રહેશે, જ્યારે બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કામકાજ થશે. સ્થાનિક રજાઓને બાદ કરતાં વર્ષ દરમિયાન 245 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. પ્રથમ સત્ર 30 ઓક્ટોબર સુધી ચાલશે. 


તેમજ પહેલી નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાશે. બીજા સત્રનો પ્રારંભ 22 નવેમ્બરથી થઈ શકે છે. વર્ષ દરમિયાન કુલ 80 રજા નક્કી કરાઈ છે, જેમાં સ્થાનિક રજા ઉપરાંત જાહેર રજા, ઉનાળું અને દિવાળી વેકેશનનો સમાવેશ થાય છે.


7મી મેના રોજ બીજું સત્ર પૂર્ણ થયા બાદ 9મી મેથી ઉનાળું વેકેશન જાહેર કરાશે. 35 દિવસનું ઉનાળું વેકેશન 13 જૂન સુધી ચાલશે. જોકે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને આ કેલેન્ડરમાં ફેરફારો થઈ શકે છે. હાલમાં માત્ર સંભવિત તારીખ જાહેર કરાઇ છે. સ્કૂલોમાં સ્થાનિક રજાઓ ઉપરાંત 21 દિવસનું દિવાળી વેકેશન અને 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. જ્યારે 16 જાહેર રજાઓ વર્ષ દરમિયાન આવશે. સમગ્ર વર્ષ દરમિયાન કુલ રજાઓ 80 દિવસની રહેશે. નિયમ મુજબ વર્ષ દરમિયાન 80થી વધુ રજાઓ થવી જોઈએ નહીં, જેથી આ મુજબનું માળખું નક્કી કરાયું છે.