ગાંધીનગરઃ રાજ્ય સરકારે 1 ઓક્ટોબરથી ‘માર્ગ મરમત મહા અભિયાન’ શરૂ કર્યું છે. 10 ઓક્ટોબર સુધી ચાલનારી રિપેર ડ્રાઇવના ભાગરૂપે, જે નાગરિકોને રસ્તાની સમસ્યા હોય તેમને વોટ્સએપ દ્વારા મોકલવાની અપીલ કરવામાં આવી હતી. આ અંગે વોટ્સએપ નંબર 9978403669 પણ જાહેર કરાયો છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે.


ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 74.70 કરોડ રૂપિયાની ફાળવણી રોડ રિપેરિંગ માટે ફાળવ્યા છે.






ગુજરાતના વાહનચાલકોને દર વર્ષે ચોમાસા વખતે અત્યંત વિકટ સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. કેમકે, એકતરફ ખાડા તો બીજી તરફ 'વિશ્રામ' ફરમાવી રહેલા ઢોર વચ્ચેથી વાહનચાલકોને તેમનું વાહન લઇ જવું પડે છે.


ચોમાસા દરમિયાન દેડકા જોવા મળે કે ન મળે પણ રસ્તામાં ખાડા અવશ્ય જોવા મળતા હોય છે. આ વખતે પણ ચોમાસાની સાથે જ ખાડા-ભૂવાની સમસ્યામાં વધારો થવાનું શરૃ થઇ ગયું છે. રોડ પરના ખાડાને લીધે સમગ્ર દેશમાંથી સરેરાશ ૧૦ હજાર રોડ એક્સિડેન્ટ થાય છે અને ૨૮૦૦થી વધુ લોકો મૃત્યુ પામે છે.


રોડ પરના ખાડાને લીધે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. વાહનચાલક ટ્રાફિકના નિયમનો સહેજપણ ભંગ કરે તો તેને તેના માટે આકરો દંડ ચૂકવવો પડે છે. પરંતુ રોડ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા રોડમાં ૬ મહિના કે એક વર્ષમાં જ ખાડા પડવા લાગે તેમ છતાં તેની સામે કોઇ દંડ લેવાતો નથી કે બ્લેક લિસ્ટ પણ કરવાની તસ્દી લેવામાં આવતી નથી. 


રોડના ખાડાથી બેક પેઇનના દર્દીઓમાં વધારો


રોડ પરના ખાડાને લીધે ઓર્થોપેડિકને લોઅર બેક પેઇનના દર્દીઓના પ્રમાણમાં પણ વધારો થઇ ગયો છે. રોડના ખાડાથી ડિસ્ક જોઇન્ટ્સ પર દબાણ વધે છે. ચોમાસામાં જે રીતે રોડ રસ્તાઓ ધોવાય છે તેને જોઈને સ્માર્ટ સિટીની પોલ ખૂલેલી જોવા મળી છે.ખરાબ રોડ રસ્તાઓના કારણે લોકોમાં કમર દર્દ, કરોડરજ્જુ અને હાડકાંને લાગતા રોગોના શિકાર લોકો થયા છે.તેને લઈ ખાનગી હોસ્પિટલથી માંડી સરકારી હોસ્પિટલમાં ઓર્થોના દર્દીઓનો રાફડો ફાટયો છે.


અહેવાલ વાંચવા અહીં ક્લિક કરોઃ લખીમપુર હિંસાઃ પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર શું ઉઠાવ્યો સવાલ ? જાણો વિગત