નવી દિલ્હી: લખીમપુર ખીરી હિંસા કેસમાં વિપક્ષ સતત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે. લખીમપુર ખીરી જવાનો પ્રયાસ કરતી વખતે અટકાયતમાં લેવામાં આવેલી પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધી આ સાથે, તેમણે હિંસા સંબંધિત વાયરલ વીડિયો અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આ વ્યક્તિની હજુ સુધી શા માટે ધરપકડ કરવામાં આવી નથી?


પ્રિયંકા ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે, નરેન્દ્ર મોદી જી, તમારી સરકારે મને કોઈ પણ આદેશ અને FIR વગર છેલ્લા 28 કલાકથી કસ્ટડીમાં રાખી છે. અન્નદાતાને કચડી નાખનાર આ વ્યક્તિની હજુ સુધી કેમ ધરપકડ કરવામાં આવી નથી? ''






પ્રિયંકા ગાંધીના ટ્વીટ બાદ રાહુલ ગાંધીએ પણ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે લખ્યું, "જેને કસ્ટડીમાં રાખવામાં આવી છે તે ડરતી નથી - તે સાચી કોંગ્રેસી છે, હાર નહીં માને! સત્યાગ્રહ અટકશે નહીં.


આ પણ વાંચોઃ India Coronavirus Update: દેશમાં 209 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, જાણો આજનો આંકડો


જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પહેલો ઘા આપનોઃ જાણો કઈ બેઠક પર મેળવી જીત


દક્ષિણ ગુજરાતના આ શહેરમાં ઓવૈસીની પાર્ટીના ઉમેદવારની જીત, જાણો વિગત