ગાંધીનગર: સીએમ વિજય રૂપાણીએ (Gujarat CM Vijay Rupani) ફોન ટેપીંગ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. વિદેશીઓના હાથા બની કોંગ્રેસે (Congress) આ મુદ્દો ઉઠાવ્યો છે. કોઈ એજંસીએ નથી કહ્યુ કે આ ડેટાનો ઉપયોગ થયો છે. 45 દેશ આ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. ભારતમાં એનો ઉપયોગ થયો નથી. વિપક્ષની ભુમિકા ભજવાની હોય એના બદલે સત્તા માટેની પીડા છે. કોંગ્રેસ દેશહિત અને રાષ્ટ્રહિત સાઈડમાં મુક્યું છે. પાણી વગરની માછલીની જેમ સત્તા વગર કોંગ્રેસ વલખા મારે છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, દરેક વિષયમાં કોંગ્રેસની નકારાત્મક રહી છે. કૃષિ કાયદા, સર્જીકલ સ્ટ્રાઇક, એયર સ્ટ્રાઇકનો વિરોધ કર્યો છે. આતંકવાદી અફઝલને ફાંસી આપવાનો વિરોધ કોંગ્રેસ કર્યો હતો. પ્રધાનમંત્રી સંસદમાં નવા મંત્રીઓની ઓળખાણ કરાવતા હતા ત્યારે દખલ પહોચાડી સંસદીય પ્રણાલિ ભંગ કર્યો છે.
ઈઝરાયેલની સર્વેલન્સ કંપની એનએસઓ માત્ર દેશોને જ ગ્રાહક બનાવે છે. કોઈ ખાનગી કંપનીઓને આ જાસૂસી કંપની તેની સેવા કે સોફ્ટવેર આપતી નથી. કંપનીના ૪૫થી ૫૦ દેશો ગ્રાહક છે. ઈઝરાયેલની સર્વેલન્સ કંપની તેનો જાસૂસી સ્પાયવેર પીગાસસ માત્ર દેશો કે સરકારી એજન્સીઓને જ આપે છે. ખાનગી કંપનીઓને તે એક્સેસ આપતી નથી. દુનિયાના ૪૫થી ૫૦ દેશો તેના ગ્રાહકો છે. એમાંથી મોટાભાગના યુરોપ અને એશિયાના છે. એક ગ્રાહકની જાસૂસી પાછળ સરેરાશ ૭૦ લાખ રૃપિયાનો ખર્ચ થાય છે. એટલે કે એક લાયસન્સ સરેરાશ ૭૦ લાખ રૂપિયામાં પડે છે. એક લાયસન્સથી એક સ્માર્ટફોન ટેપ થઈ શકે છે. કંપની ડિવાઈઝ દીઠ હેકિંગના ભાવ વસૂલે છે. ૧૦ ડિવાઈઝના હેકિંગ માટે અંદાજે ૪.૮૪ કરોડ રૃપિયાનું પેકેજ કંપનીએ નક્કી કર્યું હતું. કંપની એવો દાવો કરે છે કે આતંકવાદી સંગઠનોને ટ્રેક કરવામાં મદદરૃપ બનતી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવે છે, પરંતુ હકીકતે તે ગ્રાહક દેશોની સરકારોને કોઈ પણ નાગરિકની જાસૂસી કરવામાં મદદ કરે છે.