ગાંધીનગર: કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા બાગી નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ગેરલાયક ઠેરવવાની માંગ સાથે કોંગ્રેસના દંડક હાઇકોર્ટમાં રીટ દાખલ કરી શકે છે. આ બન્ને બાગી નેતાઓને  6 વર્ષ માટે ગેરલાયક ઠેરવવાની માંગ સાથે કોંગ્રેસ હવે હાઇકોર્ટના દ્વાર ખખડાવશે.




ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પાર્ટી વિરુદ્ધ જઈને ભાજપને મત આપ્યો હતો. આ ઉપરાંત થોડા દિવસો પહેલા આ બન્ને નેતાઓ ગાંધીનગર સ્થિત કમલમ્ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

મોદી સરકારની મોટી જીત, રાજ્યસભામાં પાસ થયું ત્રિપલ તલાક બિલ