ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધવાના સંકેતો મળી રહ્યા છે. પાટનગર ગાંધીનગરના સેક્ટર-21માં આવેલ કોરોના ટેસ્ટિંગ ડોમ પર લોકોની લાઇન જોવા મળી રહી છે. સેક્ટર 21નાં ડોમ પર સામાન્ય રીતે ઘણા સમયથી ટેસ્ટિંગ કરાવનાર લોકોની પાંખી હાજરી રહેતી હતી, પણ હવે ટેસ્ટિંગ કરાવનાર લોકોની સંખ્યાં વધી છે.

લોકોની સંખ્યા વધી એના બે કારણ એક હોસ્ટેલ શરૂ થતા હોસ્ટેલમાં ટેસ્ટિંગ ફરજીયાત માંગે છે. બીજુ ઋતુ ચેંજ થતા લોકો કોરોનાં જેવા લક્ષણો જણાતા ટેસ્ટ કરાવવા આવે છે. સેક્ટર 21નો આ ડોમ ચાલુ જ હતો બંધ નથી કર્યો પણ થોડા લોકો હવે વધું જોવા મળે છે.