ગાંધીનગરઃ ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો પર ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ થશે. ઉમેદવારી પત્ર ભરવાનો સમય પુર્ણ થઈ ગયો છે. જોકે, કોંગ્રેસે કોઇ પણ ઉમેદવાર ઉભા રાખ્યા નથી. શનિવારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે બિનહરીફ જાહેર કરાશે. નોંધનીય છે કે, ભાજપે દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરીયાને ભાજપના ઉમેદવાર બનાવ્યા છે.
ગુજરાતમાં અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના નિધનથી બે બેઠકો ખાલી પડી છે. આ બેઠકો પર પહેલી માર્ચે ચૂંટણી યોજાવાની હતી. જોકે, કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવવામાં ન આવતાં હવે ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે. જોકે, શનિવારે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોવાથી સત્તાવાર રીતે શનિવારે આ બંને ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં રાજ્યસભાની બંને બેઠકો પર કોની થઈ જીત? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Feb 2021 03:19 PM (IST)
ભાજપે દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરીયાને ભાજપના ઉમેદવાર બનાવ્યા છે. ગુજરાતમાં અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના નિધનથી બે બેઠકો ખાલી પડી છે.
તસવીરઃ રાજ્યસભાના ભાજપના ઉમેદવાર રામભાઈ મોકરીયા સાથે સી.આર. પાટીલ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -