ગાંધીનગરઃ  કોરોના વાયરસના આજે રાજ્યમાં 1021 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3682 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13,987  એક્ટિવ કેસ છે, જ્યારે 1,48,585 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 71 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,916 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,66,254 પર પહોંચી છે. રાજ્યમાં સતત બીજા દિવસે એક્ટિવ કેસની સંખ્યા 14 હજારથી નીચે નોંધાઈ છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, સુરતમાં 1  મળી કુલ 6 લોકોનાં મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 168, અમદાવાદ કોર્પોરેશનમાં 164,  વડોદરા કોર્પોરેશનમાં 75, સુરતમાં 69, રાજકોટ કોર્પોરેશનમાં 67,  વડોદરામાં 42, રાજકોટમાં 36, જામનગર કોર્પોરેશનમાં 35, મહેસાણામાં 29, સાબરકાંઠામાં 26, સુરેન્દ્રનગરમાં 22, અમરેલીમાં 19, ભરૂચમાં 18, ગાંધીનગર કોર્પોરેશનમાં 16 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1013 દર્દી સાજા થયા હતા અને 52,980 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 56,91,372  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.03 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,28,935 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,28,678 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 257 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.