ગાંધીનગરઃ ગુજરાતમાં નવેમ્બર મહિનામાં ફરીથી કોરોનાના દૈનિક કેસો વધી રહ્યા છે. અત્યારે દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે, ત્યારે જ કોરોનાએ ઉથલો માર્યો છે. રાજ્યમાં કોરોનાના કેસો હજારની અંદર ગયા પછી છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસો 1100ને પાર થઈ ગયા છે. ગઈ કાલે 1124 કેસો નોંધાયા હતા. જ્યારે તેની સામે 995 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 91.29 ટકા છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 6 લોકોનું મૃત્યુ થયું હતું.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 198, સુરત કોર્પોરેશનમાં 143, વડોદરા કોર્પોરેશનમાં 100, રાજકોટ કોર્પોરેશનમાં 96, મહેસાણામાં 55,બનાસકાંઠામાં 60, રાજકોટમાં 48, સુરતમાં 42, વડોદરા-35, ગાંધીનગર કોર્પોરેશનમાં 32, પાટણ-30, સાબરકાંઠા 22, ખેડા 19, સુરેન્દ્રનગર 33, અમદાવાદ-17, ભરુચ-10, દાહોદ-12 અને આણંદમાં 9 કેસ નોંધાયા હતા.