ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાકાળ વચ્ચે આઠ વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી યોજાઇ હતી અને દિવાળીના તહેવારો પછી રાજ્યમાં કોરોના વકર્યો છે. ત્યારે આવો જાણીએ જ્યાં પેટાચૂંટણી યોજાઇ હતી, તે સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, બોટાદ, કચ્છ, વડોદરા, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં અત્યારે કોરોનાની શું સ્થિતિ છે.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સૌથી વધુ વડદોરામાં 133, સુરેન્દ્રનગર જિલ્લામાં 45, કચ્છમાં 23, મોરબીમાં 12, અમરેલીમાં 11 અને બોટાદમાં 3 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડ અને ડાંગમાં ગઈ કાલે એક પણ કેસ નોંધાયો નથી. નોંધનીય છે કે, સુરેન્દ્રનગરની લીંબડી, મોરબી, અમરેલીની ધારી, બોટાદની ગઢડા, કચ્છની અબડાસા, વડોદરાની કરજણ, વલસાડની કપરાડા અને ડાંગ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી.
એક્ટિવ કેસોની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં અત્યારે 1737 એક્ટિવ કેસો છે. જ્યારે 15,965 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે. તેમજ 215 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગરમાં કુલ 380 એક્ટિવ કેસો છે. જ્યારે 2329 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ 12 લોકોના મોત થયા છે. વલસાડ જિલ્લામાં 17 એક્ટિવ કેસો છે. જ્યારે 1242 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ 9 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.
મોરબી જિલ્લામાં અત્યારે 211 એક્ટિવ કેસો છે. જ્યારે 2160 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ 16 લોકોના મોત થયા છે. કચ્છમાં અત્યારે 223 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં 2738 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ 33 લોકોના કોરોનાથી મોત થયા છે. ડાંગમાં અત્યારે 3 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં 119 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. બોટાદમાં અત્યારે 121 એક્ટિવ કેસો છે. તેમજ કુલ 755 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ કુલ 5 લોકોના મોત થયા છે. અમરેલીમાં અત્યારે 83 એક્ટિવ કેસો છે. જ્યારે 2578 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ 26 લોકોના મોત થયા છે.
ગુજરાતમાં પેટાચૂંટણી પછી ચૂંટણીવાળા જિલ્લામાં શું છે કોરોનાની સ્થિતિ, છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલા નોંધાયા કેસ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Nov 2020 10:48 AM (IST)
સુરેન્દ્રનગરની લીંબડી, મોરબી, અમરેલીની ધારી, બોટાદની ગઢડા, કચ્છની અબડાસા, વડોદરાની કરજણ, વલસાડની કપરાડા અને ડાંગ બેઠક પર પેટાચૂંટણી યોજાઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -