અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આઠ ખાલી પડેલી બેઠકોની ચૂંટણી આગામી બે મહિનામાં યોજાવાની શક્યતા છે. ત્યારે ભાજપ દ્વારા પેટાચૂંટણી જીતવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ભાજપ દ્વારા બેઠક દીઠ ઇન્ચાર્જ તરીકે એક મંત્રી અને એકની સંગઠનમાંથી એક નેતાને જવાબદારી આપવામાં આવી છે.


રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી યોજવા માટે અલગ અલગ એક્શન પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. હાલમાં સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાય એ ગણતરીએ તમામ તૈયારીઓ ચાલી રહી છે. આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચનું માર્ગદર્શન પણ માંગવામાં આવ્યું છે તેના કારણે ગુજરાતમાં ચૂંટમી આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ભાજપે કોને કોને સોંપી જવાબદારી?

અબડાસા - ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કે સી પટેલ
લીંબડી- આર સી ફળદુ  અને  નીતિન ભારદ્વાજ
કરજણ - પ્રદીપસિંહ જાડેજા  અને શબ્દશરણ બ્રહ્મભટ
ડાંગ - ગણપત વસાવા અને પૂર્ણેશ મોદી
કપરાળા - ઈશ્વર પટેલ અને ભરતસિંહ પરમાર
મોરબી- સૌરભ પટેલ અને આઈ કે જાડેજા
ગઢડા - કુંવરજી બાવળીયા અને ગોરધન ઝડફિયા
ધારી - ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધનસુખ ભંડેરી