અમદાવાદ: ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદે વિરામ લેતાં ભારે ઉકળાટ છે જ્યારે ઘણાં વિસ્તારોમાં ખેડૂતોમાં પણ નિરાશ જોવા મળ્યાં હતાં. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી હતી. આગામી 5 દિવસ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે 29 જૂના નવસારી, ભાવનગર, વલસાડ, સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને આણંદ સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના મતે 30 જૂને અમદાવાદ, આણંદ, મહિસાગર સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, દાહોદ, ખેડા, નર્મદા, નવસારી પંચમહાલ સુરત અને તાપી, વડોદરા વલસાડમાં વરસાદન આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 17 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડામાં ખાબક્યો હતો. ગઢડામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે સુરેન્દ્રનગરના લિંબડીમાં 1.5 ઈંચ અને ચૂડામાં 1.1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરતાં અમરેલીના લિલિયામાં 22 મીમી, ભરૂચના હાંસોટમાં 19 મીમી અને અમદાવાદના સાંણદમાં 13 મીમી વરસાદ નોંધાયો હતો.
29 અને 30 તારીખે ગુજરાતના કયા શહેરોમાં પડી શકે છે ભારે વરસાદ? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jun 2020 10:18 AM (IST)
હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી હતી. આગામી 5 દિવસ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -