ગાંધીનગરઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સરળતા માટે મોટો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, ધોરણ 9, 10 અને 11 -12ના સામાન્ય પ્રવાહના વિધાર્થીઓ માટે અગત્યનો નિર્ણય લીધો છે. પરીક્ષા સરળતાથી આપી શકે અને કારકિર્દી ઘડી શકે તે માટે કેટલાક નિર્ણયો શિક્ષણ વિભાગે કર્યા છે. હેતુ લક્ષીપ્રશ્નો 30 ટકા પૂછાશે. પહેલા 20 ટકા પૂછાતા હતા. વર્ણાત્મક પ્રશ્નો 80 ટકા આવશે. 


પરિક્ષાઓ સરળ બને તે માટે નિર્ણય લીધો છે. વર્ણાત્મક પ્રશ્નો 70 ટકા જે આ વર્ષે 80 વર્તનત્મક પ્રશ્નો આવશે. ઇન્ટરનલ ઓપશનમા ફેરફાર કરીને જનરલ ઓપશન વધારવામાં આવશે. 29 લાખ વિદ્યાર્થીઓને ધ્યાને લઈને નિર્ણય લીધો છે. 80 હતું જે 70 ટકા કરાયા. હેતુલક્ષી પ્રશ્નો 20 ટકા હતા જે હવે 30 ટકા રહેશે. વર્ણાત્મક પ્રશ્નો 80 ટકા હતા જે 70 ટકા પૂછાશે. ઓપશનલ પ્રશ્નો વધારવામાં આવશે. એક વર્ષ માટે જ આ નિર્ણય છે.


ઉત્તર ગુજરાતની ભાજપ શાસિત આ પાલિકામાં ભડકોઃ બે કાઉન્સિલરોએ ધરી દીધા રાજીનામા


પાટણઃ  હારીજ ભાજપમાં ભંગાણ થયું છે.  વોર્ડ નંબર ત્રણના ભાજપના બે  કોર્પોરેટરે રાજીનામા ધરી દેતા રાજકારણ ગરમાયું છે. તેમણે નગર પાલીકાના ચીફ ઓફિસરને રાજીનામા આપી દીધા છે. હારીજ નગરાલિકામાં ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ અને તેના પતિ સામે ભાજપના વોર્ડ નંબર 3 નગરના સેવકોએ બળવો કર્યો છે. 



નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ વોર્ડ નંબર.3ના વિકાસના કામો રોકતા હોવાનો આરોપ વોર્ડ નંબર.3 ભાજપના કોર્પોરેટર ગંગાબેન પટેલ અને નવલસંગ ચૌહાણએ રાજીનામું ધરી દીધું છે. ભાજપના 2 નગર સેવકે રાજીનામું આપતા હારીજ ભાજપમાં ભંગાણ થયું છે. 


હારીજ નગર પાલિકામાં ભાજપ નો આંતરિક વિવાદ સામે આવ્યો છે. હારિજ નગર પાલિકામાં પ્રમુખ જ સાથી કોર્પોરેટના વિસ્તારના વિકાસના કામો ન થવા દેતા હોવાના આક્ષેપ થયા છે. વોર્ડ નંબર ત્રણના ભાજપના નગર સેવકે અને તેના પતિએ પ્રમુખ પર અને તેના પતિ પર સવાલ ઉઠાવ્યા.


ભાજપ શાસિત હારિજ નગર પાલિકામાં ખુદ પ્રમુખના પતિ કામ અટકાવતા હોવાના થયા આરોપ. ભાજપના જ નગર પાલીકા વૉર્ડ નંબર ૩ સદસ્યે કર્યા આરોપ. નગર પાલીકામાં મહિલા પ્રમુખની જગ્યાએ તેમનાં પતિ કામ કરતા હોવાની પણ ફરીયાદ ઉઠી છે. છેલ્લા ઘણાં સમયથી હારીજ નગર પાલિકાના અણઘટ વહીવટના કારણે પરેશાન લોકો છે.