Gujarat Election 2022 : ભાજપની પ્રદેશ પર્લામેંટ્રી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે. આજે 15 જિલ્લાની 58 બેઠકોના ઉમેદવારો આંગે બેઠકમાં ચર્ચા થશે. ચર્ચાના અંતે 58 બેઠકો અંગેના ઉમેદવારોની પેનલ તૈયાર થશે. ગાંધીનગર જિલ્લા અને શહેરની 5 બેઠક માટે ચર્ચા થશે. મહેસાણાની 7, અમરેલીની 5 અને બોટાદની 2 બેઠકની ચર્ચા થશે.
અમદાવાદ જિલ્લાની 5, ભાવનગર જિલ્લાની 5 અને ભાવનગર શહેરની 2 બેઠક માટે ચર્ચા થશે. ખેડાની 6, પંચમહાલની 5, નવસારીની 4 અને ભરૂચની 5 જિલ્લાની બેઠકો અંગે ચર્ચા થશે. જામનગર શહેરની 2, જામનગર જિલ્લાની 3 અને દેવભૂમિ દ્વારકાની 2 બેઠક અંગે ચર્ચા થશે. ગુરુવારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં 47 બેઠકોના ઉમેદવારો અંગે ચર્ચા પૂર્ણ કરાઈ છે.
બેઠકની શરૂઆતમાં ગાંધીનગર જિલ્લા અને શહેરની બેઠકો અંગે ચર્ચા કરાઇ . ગાંધીનગર જિલ્લા અને શહેરની 5 બેઠકો પર ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે.
ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભાજપના સંભિત ઉમેદવાર તરીકે 4 નામો અંગે ચર્ચા
૧) નિતીનકુમાર સોમનાથ પટેલ
૨) અશોકકુમાર રણછોડભાઈ પટેલ
૩) રુચિર અતુલકુમાર ભટ્ટ
૪) રીટાબેન કેતનકુમાર પટેલ
ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ભાજપ સંભવિત 4 ઉમેદવાર અંગે થઈ ચર્ચા
1) વાઘેલા ઈશ્વરજી બેચરજી
2) ઠાકોર સરોજબેન એસ
3) પટેલ કોદરભાઈ
4) અલ્પેશ ઠાકોર
દહેગામ વિધાનસભા બેઠકના ભાજપના સંભવિત 4 ઉમેદવાર અંગે થઈ ચર્ચા
1) બલરાજસિંહ કલ્યાણસિંહ ચૌહાણ
2) બિહોલા કિરીટસિંહ ગંભીરસિંહ
3) ચૌહાણ ધર્મેન્દ્રસિંહ અરવિંદસિંહ
4) ઠાકોર રોહિતજી ચંદુજી
કલોલ વિધાનસભા બેઠકના ભાજપના સંભવિત 6 ઉમેદવાર અંગે થઈ ચર્ચા
1) પટેલ ગોવિંદભાઈ જોઈતારામ
2) પરિન અતુલભાઇ પટેલ
3) ઠાકોર લક્ષ્મણજી પુંજાજી
4) અનિલ પટેલ, જિલ્લા પંચાયત ના પ્રમુખ.
5) જે કે પટેલ, કલોલ શહેર પ્રમુખ
6)ઉર્વશી પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ
માણસા વિધાનસભા ભાજપના સંભવિત 5 ઉમેદવાર અંગે થઈ ચર્ચા
1) અમિતભાઈ હરિભાઈ ચૌધરી
2) ડી ડી પટેલ
3) જે એસ પટેલ
4)અનિલ પટેલ,
5) યોગેશ પટેલ,