ગાંધીનગરઃ ગુજરાત સરકારે આજે ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની પોલીસી જાહેર કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં આ પોલીસીની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ પ્રકારની પોલિસી બનાવનાર પ્રથમ સ્ટેટ છે. આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હિકલ વાપરતા થાય તે અંગે પોલિસી જાહેર કરશે. હવે ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર 1.5 લાખ રૂપિયાની સરકાર સબ્સિડી આપશે. તેમજ ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા પર 20 હજાર રૂપિયાની સબ્સિડી મળશે.
તેમણે જણાવ્યું હતું કે, આ પોલિસી આવનારા 4 વર્ષ માટે અમલ રહેશે. ઇલેક્ટ્રિક વ્હીકલ લોકો વધુ વાપરતા થાય તે હેતુ છે. 2, 3 અને 4 વ્હીલરનો આ પોલિસીમાં સમાવેશ કરાશે. આ પોલિસીથી 6 લાખ ટન કાર્બન ઉતન્ન થતો અટકશે. તેમણે જાહેરાત કરી હતી કે, 2 વ્હીલરમાં 20 હજાર સબસિડી, 3 વ્હીલરમાં 50 હજાર સબસિડી અને 4 વ્હીલરમા 1.50 લાખ રૂપિયાની સબસિડી આપીશું.
તેમણે જણાવ્યું હતું કે, આમા ચાર્જીંગ સ્ટેશન બનાવવાં પડશે. ચાર્જીગ સ્ટેશનો પર કેપિટલ સબસિડી આપીશું. હોટેલ જેવા સ્થળો પર ચાર્જીગ સ્ટેશન બનાવવામા આવશે. 500 જગ્યા પર ગુજરાત મા ચાર્જીગ સ્ટેશન બનાવવાનું આયોજન છે. આપડી ધરણાં છે કે 1.15 લાખ સ્કૂટર 75 હજાર રીક્ષા અને 25 હજાર કાર ટૂંક સમયમાં શરૂ થાય. સબસિડી પ્રતિ કિલો વોટ પ્રમાણે આપવામા આવશે. 250 જેટલા ચરજીગ સ્ટેશન હાલ મજૂર થઁયેક છે બાકીના 250 કેટલા નવા ઉભા કરીશું.25 ટકા સબસિડી 10 લાખ ની મર્યાદામાં આપવામા આવશે.
Gujarat Election 2022 : કોંગ્રેસના નેતાઓની ખાનગી જગ્યાએ બેઠક મળતાં ચકચાર, પાછળના દરવાજેથી કયા નેતાએ લીધી એન્ટ્રી?
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસમાં બેઠક પોલિટિક્સનો દૌર યથાવત છે. અમદાવાદમાં ખાનગી જગ્યાએ કોંગ્રેસના નેતાઓની બેઠક મળી હતી. કોંગ્રેસના ટીમ Bના નેતાઓની બેઠક મળી હતી.
બેઠકમાં હાજરી આપવા માટે ગૌરવ પંડ્યા, બીમલ શાહ બંને નેતા નરેશ રાવલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. એકબાદ એક નેતાઓ નરેશ રાવલના ઘરે પહોંચી રહ્યા છે. પાછળના ગેટથી શૈલેષ પરમાર પણ પહોંચ્યા હતા. જગદિશ ઠાકોર અને પ્રદિપ દવે પણ પહોંચ્યા ચે. વિરજી ઠુમ્મર પણ બેઠકમાં પહોંચ્યા છે.
આ ઉપરાંત હિમાંશુ વ્યાસ, રાજુ પરમાર, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ભીખાભાઈ જોશી સહિતના નેતાઓ એકત્રિત થયા છે. જોકે, કયા મુદ્દે બેઠક મળી રહી છે તે જાણી શકાયું નથી.