ગાંધીનગર: ગુજરાતમાં સરકાર માન્ય સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો પર અનાજ વિતરણની કામગીરી સાથે સંકળાયેલા તોલાટ કે ડેટા એન્ટ્રી ઓપરેટર, બિલ ક્લાર્ક ઓપરેટરનું ફરજ દરમિયાન કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ થાય તો તેના પરિવારજનોને રૂપિયા 25 લાખની સહાય આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે.
આ અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોલીસકર્મીઓ સહિત ગુજરાત સરકારની સેવાના કર્મચારીઓ તેમજ સસ્તા અનાજના દુકાનધારકોના કોરોના સંક્રમિત થવાથી મૃત્યુના કિસ્સામાં આવી સહાયની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં એનએફએસએ અન્વયે અનાજ મેળવતા 66 લાખ કાર્ડ ધારક પરિવારોને એપ્રિલ માસ પૂરતી રૂપિયા 1000ની સહાય બેંક ખાતામાં જમા કરાવવાની જાહેરાતને પગલે 20 એપ્રિલે છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર એમ 6 આદિજાતિ જિલ્લાઓથી તે રકમ જમા કરાવવાની શરૂઆત કરવામાં આવશે. આ રકમ ડી.બી.ટી.થી જમા થશે.
એનએફએસએ અન્વયે અનાજ મેળવતા 66 લાખ કાર્ડધારક પરિવારોને એપ્રિલ માસ પૂરતી રૂપિયા 1000ની સહાય બેંક ખાતામાં જમા કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેની શરૂઆત 20 એપ્રિલ એટલે આજથી છોટા ઉદેપુર-પંચમહાલ-દાહોદ-સાબરકાંઠા-અરવલ્લી-મહિસાગર એમ 6 આદિજાતિ જિલ્લાઓથી થશે.
સરકાર માન્ય સસ્તા અનાજની 17 હજાર જેટલી દુકાનો પર અનાજ વિતરણની કામગીરી સાથે સંકળાયેલા તોલાટ કે ડેટા એન્ટ્રી ઓપરેટર, બિલ ક્લાર્ક ઓપરેટરનું ફરજ દરમિયાન કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ થાય તો તેના પરિવારજનોને રૂપિયા 25 લાખની સહાય મળશે.
ગુજરાત સરકારે સસ્તા અનાજની દુકાનમાં કામ કરનારાં માટે કરી બહુ મોટી જાહેરાત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Apr 2020 10:12 AM (IST)
અનાજ વિતરણની કામગીરી સાથે સંકળાયેલા તોલાટ કે ડેટા એન્ટ્રી ઓપરેટર, બિલ ક્લાર્ક ઓપરેટરનું ફરજ દરમિયાન કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ થાય તો તેના પરિવારજનોને રૂપિયા 25 લાખની સહાય આપવાની ગુજરાત સરકારે જાહેરાત
- - - - - - - - - Advertisement - - - - - - - - -