ગાંધીનગરઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે લોકડાઉનને 40 દિવસનું કરી દેવામા આવ્યુ છે. પરંતુ લૉકડાઉનના બીજા તબક્કામાં આજથી કેટલાક વિસ્તારોમાં લોકડાઉનમાં છૂટ આપવામાં આવી રહી છે પરંતુ કોરોનાના કહર અને રિટલર્સના વિરોધને જોતા સરકારે કેટલાક ગાઇડલાઇન્સ જાહેર કરી છે. કેન્દ્રિય મંત્રી રવિ શંકર પ્રસાદે ટ્વિટ કરી એક લિસ્ટ જાહેર કર્યું છે જેમાં લોકડાઉનમાં છૂટ મેળવનારા ક્ષેત્રોમાં હેલ્થકેર, ખેતી, હોર્ટિકલ્ટર, માછલી ઉત્પાદન અને પશુપાલન સામેલ છે. આજથી ગ્રામીણ અને સેઝ વિસ્તારોમાં કૃષિ, આઈટી, બાંધકામ, ઉત્પાદન, ઔદ્યોગિક એકમો સહિતના સેક્ટર્સમાં કામકાજ શરૂ કરવાની સરકારે મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગ્રામીણ વિસ્તારોમાં કમર્શિયલ અને ખાનગી એકમોને પણ કામકાજની મંજૂરી અપાઈ છે. કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઓફિસો શરૂ થશે.



જે વિસ્તારો કોરોના હોટસ્પોટ નથી ત્યાં આ ગતિવિધિઓને છૂટ આપવામાં આવી છે. સરકારે જરૂરી ગતિવિધિઓ અને સર્વિસની સપ્લાયમાં કેટલીક છૂટ આપવાનો નિર્ણય લીધો હતો પરંતુ આજે ફરી નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

સરકારે જે સર્વિસ અને ગતિવિધિઓને છૂટ આપી છે તેમાં સ્વાસ્થ્ય સેવાઓ, તમામ પ્રકારના ખેતી, હોર્ટિકલ્ટર ગતિવિધિઓ, માછલી ઉત્પાદન સાથે જોડાયેલી ગતિવિધિઓ, ચા, કોફી, રબડ વગેરેના પ્લાન્ટેશન કરી શકાશે. પરંતુ આ માટે 50 ટકા વર્કરોને કામની મંજૂરી મળશે. તે સિવાય પશુપાલન, આર્થિક ક્ષેત્ર, સોશિયલ સેક્ટર, પેટ્રોલ પંપ જેવી પબ્લિક યુટિલિટીઝ સેવાઓ, સામાન સપ્લાય સહિતની ગતિવિધિઓને છૂટ આપવામાં આવી છે.

સાથે કેન્દ્ર સરકારે સ્વ-રોજગારી ધરાવતા ઈલેક્ટ્રિશિયન, ઈન્ફર્મેશન ટેક્નોલોજી (આઈટી) રીપેર્સ, પ્લમ્બર્સ, મોટર મિકેનિક્સ, મિસ્ત્રીનું કામ કરતા લોકોને પણ કામ કરવાની મંજૂરી અપાઈ છે. હાઈવેના 'ઢાબા', ટ્રક રીપેરિંગની દુકાનો અને સરકારી પ્રવૃત્તિઓ માટે કોલ સેન્ટર્સને પણ કામકાજની છૂટ આપી છે.