ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે રાજ્યના 19 જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્ય સચિવની બેઠકમાં હવે પછી શું કરવું તે અંગે પણ ચર્ચા કરાઈ હતી.
દરમિયાનમાં છેલ્લા કેટલાક સમયથી એવી અટકળો ચાલી રહી છે કે, ગુજરાતમાં ફરી લોકડાઉન લાદવામાં આવશે. ચીફ સેક્રેટરીની જિલ્લા કલેક્ટરો સાથેની બેઠકના પગલે આ અટકળો તેજ બની હતી પણ મુકિમે આ અછકળોને નકારી કાઢી છે. લોકડાઉનની અટકળો અંગે મુખ્ય સચિવે સ્પષ્ટતા કરી કે, આ બેઠકમાં લોકડુ લાદવા અંગે કોઈ ચર્ચા થઈ નથી અને આ બેઠકમાં જીલ્લાઓમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરાઈ હતી.
તેમણે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, જિલ્લા કલેક્ટરો સાથેની બેઠકમાં દરેક જિલ્લામાં આરોગ્ય, સુવિધાઓ અને હોસ્પિટલની વ્યવસ્થાનો રિવ્યુ કરાયો છે અને સોશ્યલ ડિસ્ટંસીંગ અને માસ્કનો ચુસ્તપણે પાલન કરાવવા તાકીદ કરાઈ છે પણ લોકડાઉ લાદવા મુદ્દે કોઈ ચર્ચા થઈ નથી. મુખ્ય સચિવે દરેક જિલ્લા કલેકટર પાસેથી તેમના ક્ષેત્રની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને અનલોક દરમિયાન ધંધા રોજગારની પરિસ્થિતિની પણ ચર્ચા કરી હતી.