ગાંધીનગર:  હાર્દિક પટેલને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે.  કૉંગ્રેસ પાર્ટી દ્વારા હાર્દિક પટલને ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે. આ સિવાય કૉંગ્રેસે ત્રણ જિલ્લા પ્રમુખોની પણ નિમણૂંક કરી છે, જેમાં મહેન્દ્રસિંહ એચ પરમારને આણંદના પ્રમુખ, ધારાસભ્ય આનંદ ચૌધરીને સુરતના અને યાસીન ગજ્જનને દેવભૂમિ દ્વારકાના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની શક્યતા છે, તે પૂર્વે હાર્દિક પટેલને ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામા આવી, જો કે, પ્રમુખ પદે અમિત ચાવડા યથાવત રહેશે. 26 વર્ષીય હાર્દિક પટેલ કાર્યકારી અધ્યક્ષ બનતા પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ સહિત કૉંગ્રેસના નેતાઓએ શુભેચ્છા પાઠવી હતી.