Bhanuben Babariya: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજે ભૂપેન્દ્ર પટેલે બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં 16 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા હતા. આઠ કેબિનેટ મંત્રીએ શપથ લીધા હતા. બે રાજ્યમંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે જ્યારે મંત્રીમંડળમાં છ રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા.  રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં તેઓ એક માત્ર મહિલા મંત્રી છે.


ભાનુબેન બાબરીયા કોણ છે



  • ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય તરીકે સતત બીજીવાર ચૂંટાઈને આવ્યા છે

  • 2012માં પ્રથમ વાર રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય બન્યા હતાં

  • રાજકોટ વોર્ડ નંબર એકના કોર્પોરેટર તરીકે 2019માં ચૂંટાયા હતા

  • ભાનુબેન બાબરીયાના સસરા માધુભાઈ બાબરીયા પણ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય હતા

  • ભાનુબેન બાબરીયાના પતિ મનહરભાઈ બાબરીયા પણ ભાજપના સક્રિય અગ્રણી છે

  • રાજકોટ ગ્રામ્ય અનામત બેઠકમાં સતત બીજી વખત ચૂંટાઈને આવ્યા છે


મંત્રીમંડળ કેબિનેટ કક્ષાના મંત્રીઓ



1 ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
2 કનુભાઈ દેસાઈ - પારડી
3 ઋષિકેશ પટેલ - વિસનગર
4 રાઘવજી પટેલ - જામનગર ગ્રામ્ય
5 બળવંતસિંહ રાજપૂત - સિદ્ધપુર
6 કુંવરજી બાવળિયા - જસદણ
7 મુળુભાઇ બેરા - જમખભાલિયા
8 કુબેર ડિંડોર - સંતરામપુર, મહીસાગર
9 ભાનુબેન બાબરીયા - રાજકોટ ગ્રામ્ય

રાજ્યકક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)



10 હર્ષ સંઘવી - મજુરા, સુરત
11 જગદીશ પંચાલ - નિકોલ, અમદાવાદ


રાજ્યકક્ષાના મંત્રીઓ



12 પરસોતમભાઈ સોલંકી, ભાવનગર ગ્રામ્ય
13 બચુભાઈ ખાબડ - દેવગઢબારિયા, દાહોદ
14 મુકેશ પટેલ - ઓલપાડ, સુરત
15 પ્રફુલ પાનસેરીયા,સુરત
16 ભીખુસિંહ પરમાર - મોડાસા
17 કુંવરજી હળપતિ


ઉત્તર ગુજરાતના બે ધારાસભ્ય કેબિનેટ મંત્રી બન્યા


સૌરાષ્ટ્રના ચાર, ઉત્તર ગુજરાતના બે ધારાસભ્ય કેબિનેટ મંત્રી બન્યા હતા. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના એક-એક ધારાસભ્ય કેબિનેટ મંત્રી બન્યા હતા.


શપથ સમારોહમાં કોણ કોણ રહ્યું હાજર


ભૂપેન્દ્ર પટેલ સરકારના શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હિમંત બિસ્વા સરમા, સ્મૃતિ ઈરાની સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.