ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની બદલીનો આદેશ કરાયો છે. મોડી સાંજે રાજ્ય સરકાર દ્વારા 26 IASની બઢતી સાથે બદલીના આદેશ કરાયા હતા. રાજ્ય સરકારે 18 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે 8 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. 


8 IAS અધિકારીઓને સચિવ કક્ષાએ બઢતી આપવામાં આવી
-બંછાનિધિ પાની, મ્યુનિસિપલ કમિશનર, સુરત
-હર્ષદકુમાર પટેલ, સચિવ, શ્રમ અને રોજગાર
-પી ભારતી, કમિશનર, પ્રા.શિક્ષણ અને પ્રોજેક્ટ ડિરેક્ટર SSA
-રણજિત કુમાર જે, કમિશનર, એમએસએમઈ
-શાલિની અગ્રવાલ, મ્યુનિ. કમિશનર, વડોદરા
-કે.કે. નિરાલા, સચિવ, મહિલા અને બાળ કલ્યાણ
-એચ.કે.પટેલ, મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત નાગરિક પુરવઠા નિગમ
-સતીષ પટેલ, કમિશનર, મધ્યાહન ભોજન યોજના અને સ્કૂલ્સ


ગુજરાત સરકારે કરેલી બદલીમાં પંકજકુમાર, વિપુલ મિત્રા, ડો. રાજીવ ગુપ્તા, મનોજ અગ્રવાલ, કમલ દયાણી, સુનૈયના તોમર, મમતા વર્મા, એમ કે દાસ સહિતના અધિકારીઓના નામ સામેલ છે. ઉપરાંત મહેસાણાના કલેક્ટર એચ કે પટેલને પ્રમોશન અપાયા બાદ હવે તેમને અન્ન અને ખાદ્યના મેનેજિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપાઇ છે.


નાણાં વિભાગના સચિવ રૂપવંત સિંઘને ખાણ ખનીજ વિભાગની જવાબદારી સોંપાઇ છે.  વડોદરા મ્યુનિ કમિશન્ટ સ્વરૂપ પીને કમિશનર લેન્ડ રીફોર્મ્સ તરીકે મુકવામાં આવ્યા છે.  રૂપવંત સિંઘને GMDCના એમડી તરીકે વધારાનો હવાલો સોંપાયો છે. સુરત મ્યુનિ કમિશનર બંછાનિધિ પાનીને બઢતી અપાઈ છે. મહિલા અને બાળ વિકાસ ના કમિશનર મનીષા ચંદ્રાને સચિવ નાણાં વિભાગમાં બદલી કરાઇ છે. હર્ષદ પટેલને પણ અપાઈ બઢતી સાથે બદલી, સચિવ શ્રમ અને રોજગાર તરીકે બદલી તો રાહત કમિશનર તરીકે અપાઈ વધારા ની જવાબદારી, અગાઉ રાહત કમિશનર તરીકે સંપૂર્ણ જવાબદારી  અપાઈ હતી.


મહિલા અને બાળ વિકાસના કમિશનર મનીષા ચંદ્રાને સચિવ નાણાં વિભાગમાં બદલી કરાઈ છે. વડોદરા મ્યુનિ કમિશન્ટ સ્વરૂપ પીને કમિશનર લેન્ડ રીફોર્મ્સ તરીકે મુકવામાં આવ્યા છે.