ગાંધીનગરઃ રખડતા ઢોર અંગેના બિલ મામલે મોટા સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર માલધારી સમાજના વિરોધ સામે સરકાર ઝૂકી હતી અને ઢોર નિયંત્રણ બિલ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. માલધારી સમાજના અગ્રણીઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


માલધારી અગ્રણી રણછોડભાઇએ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીએ હાલ પૂરતો બિલ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. માલધારની સમાજના પ્રશ્નોનું નિરાકરણ આવે ત્યાં સુધી બિલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. વિરમગામના ધારાસભ્ય લાખાભાઇએ કહ્યું હતું કે બિલ મોકૂફ રાખવાના બદલે સંપૂર્ણ રદ કરી દેવું જોઇએ.


ઉલ્લેખનીય છે કે ઢોર નિયંત્રણ બિલ બાદ માલધારી સમાજમા ખૂબ રોષ હતો. બિલમાં ન્યાય મળે તેવી સમાજની માંગ હતી. રણછોડભાઇએ કહ્યું કે માલધારી સમાજ પણ ઈચ્છે છે કે લોકોને તકલીફ પડે તે યોગ્ય નથી. મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષને રૂબરૂ મળીને બધી વિગતો સાથે રજૂઆત કરાઇ છે.ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે કહ્યું કે આ કાયદો લાવવામાં આવ્યો છે કે વિચાર કર્યા વગરનો છે. રખડતા સાંઢને પકડીને ગૌશાળા અને પાંજરાપોળમાં મુકવા જોઇએ. ટાઉન પ્લાનિંગ કરતા સમયે ગ્રામ્ય વિસ્તારો શહેરમાં સામેલ કરાતા યોગ્ય આયોજન કરવું જોઇએ. આ કાયદો ઉતાવળે લાવવામાં આવ્યો છે.


Surat : સોનાનો પાવડર મેળવવાની લાલચમાં ગટરમાં ઉતરેલા 2 યુવકોના મોત, થયો મોટો ધડાકો
સુરતઃ ગટરમાં 2 લોકોના મોત મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સોનાના પાવડર મેળવવાની લાલચમાં 2 યુવાનો  મોતને ભેટ્યા છે. બંને લોકોને કોઇપણ વ્યક્તિએ ગટર સાફ કરવા ઉતાર્યા ન હતા. બન્ને યુવાનો સ્વયંભૂ ગટરમાં માટી કાઢવા બહાર નીકળ્યા હતા. માટીમાંથી સોનાનો પાવડર શોધી આ બંને યુવકો કમાણી કરે છે. બંને યુવકોની ઓળખ નહીં.


અંબાજી મંદિર આસપાસ રહેવાસી વિસ્તારમાં સોનાના ઘરેણાં બનાવવાનું કામકાજ થાય છે. એ કામકાજ દરમિયાન સોનાનું પાવડર પાણી મારફતે ગટરમાં જાય છે. એ સોનાનો પાવડર મેળવવા બંને યુવાનો ગટરમાં ઉતર્યા અને મોતને ભેટ્યા હતા. 


New Maruti Ertiga Automatic : મારુતિની ઓટોમેટિક અર્ટિગા ટૂંક સમયમાં થશે લોન્ચ, નવા ફીચર્સ પણ મળશે


Gold Price Today: સોના-ચાંદીના ભાવ આજે પણ ઘટ્યા, જાણો કેટલું સસ્તું થયું 10 ગ્રામ સોનું?


આ વર્ષે આટલા ટકા સુધીનો થશે પગાર વધારો, આ ક્ષેત્રોમાં વધુ નોકરી ને ઉંચો પગાર મળવાની વધુ સંભાવનાઃ રિપોર્ટ


કોરોનાના નવા વેરિયન્ટ XEએ વધારી ચિંતા, અત્યાર સુધીમાં નોધાઇ ચૂક્યા 600 કેસ, જાણો એક્સ્પર્ટે કેટલો ગણાવ્યો ખતરનાક