Gandhinagar News: સરકારી યુનિવર્સિટીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર સરકારી યુનિવર્સિટીઓમાંથી રાજકીય પ્રતિનિધિત્વ ખતમ કરવા માટે મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. યુનિવર્સિટીમાંથી સરકાર સેનેટ અને સિન્ડિકેટ ખતમ કરવા જઈ રહી છે. આ માટે ગુજરાત સરકાર કોમન યુનિવર્સિટી એક્ટ લાવશે. વિધાનસભાના આગામી ચોમાસું સત્રમાં કોમન યુનિવર્સિટી એક્ટ બિલ રજૂ થશે. કોમન યુનિવર્સિટી એક્ટ લાગું થતા સેનેટ અને સિન્ડિકેટની જગ્યાએ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અસ્તિત્વમાં આવશે.


આ બિલ આવવાથી વિવિધ યુનિવર્સિટીઓના પોતાના અધિનિયમો અને નિયમો ખતમ થઈ જશે.  તમામ સરકારી યુનિવર્સિટીમાં એકસમાન અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ થઈ જશે. કોમન યુનિવર્સિટી એક્ટથી પ્રવેશ, પરીક્ષા અને પદવીમાં એકસૂત્રતા આવી જશે.  વિવિધ યુનિવર્સિટીની સ્વાયત્તતા ખતમ થશે અને સરકારનું નિયંત્રણ આવી જશે. કોમન યુનિવર્સિટી એક્ટથી વિવિધ યુનિવર્સિટીઓની એકેડેમીક અને ફાઈનાન્સિયલ ઓટોનોમિ ખતમ થઈ જશે. કોમન યુનિવર્સિટી એક્ટ બાદ કુલપતિની ટર્મ 3ના બદલે 5 વર્ષની થશે અને કુલપતિ રિપિટ નહિ થાય. કોમન યુનિવર્સિટી એક્ટ અમલમાં આવતા પ્રોફેસર કે અન્ય સ્ટાફની ભરતી એક જ જગ્યાએથી થશે અને યુનિવર્સિટીની મનમાની પર અંકુશ આવશે.


અમદાવાદીઓને રખડતા ઢોરના ત્રાસથી મળશે મુક્તિ, ઢોર નિયંત્રણ પોલિસી થશે ફરી લાગું


અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. જો કે, હાઈકોર્ટની લાલ આંખ બાદ સરકારે રખડતા ઢોર અંગે પોલિસી બનાવી હતી પરંતુ વિરોધના કારણે મોકૂફ રાખવામાં આવી હતી. હવે ABP અસ્મિતા પાસે સચોટ માહિતી આવી છે. જે મુજબ અમદાવાદમાં ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મુકવામાં આવી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ઢોર નિયંત્રણ પોલિસીના અમલ અંગે નિર્ણય લેવામાં આવ્યો.


ભાવમાં સુધારા વધારા સાથે ઢોર નિયંત્રણ પોલિસી અમલમાં મુકવામાં આવી છે.  આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં રખડતા ઢોર અંગે પોલિસીની અમલવારી અંગે જાહેરાત કરવામાં આવશે. આ પોલીસી અંતર્ગત જે માહિતી સામે આવી છે તે પ્રમાણે હવે વ્યક્તિગત પશુ ધરાવનાર માલિકોએ પણ ઢોરની નોંધણી કરાવવાની રહેશે. વ્યવસાયિક ઉદ્દેશ માટે રાખવામાં આવતા ઢોરની પરવાનગી લેવાની આવશ્યક રહેશે. ગાય, ભેંસ અને બળદને છોડાવવા માટે 3000 રૂપિયા ચૂકવવાના રહેશે. સાથે ખોરાકનો ચાર્જ અને વહીવટી ચાર્જ લેખે 1000 રૂપિયા ચૂકવવા પડશે.


તો બીજી તરફ પાડી અને પાડો બંનેને છોડાવવા માટે 2000 ચૂકવવાના રહેશે. તેની સાથે ખોરાકના અને વહીવટી ચાર્જ લેખે 600 રૂપિયા વસુલવામાં આવશે. વાછડા અને ધાવતા વાછડા માટે 1000 રુપિયા ચૂકવવાના રહેશે. જો કોઈ એકનું એક ઢોર ત્રણ વખત કરતા વધુ વખત પકડાશે તો ત્રણ વર્ષ માટે લાયસન્સની ફી 500 રૂપિયા ચૂકવવી પડશે. ઢોર રાખવાની પરમીટ ફી 250 રૂપિયા રાખવામાં આવી છે. લાયસન્સ રીન્યુ કરવા માટે 200 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial