ગાંધીનગરઃ દિવાળીના તહેવાર દરમ્યાન જાહેરમાં ફટાકડા ફોડવા સંબંધમાં નામદાર સુપ્રિમ કોર્ટના હુકમ તથા વિદેશી આયાત ફટાકડા પર પ્રતિબંધને પગલે રાજ્ય સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિવાળી જ નહીં, અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે.
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ વિદેશી ફટાકડાની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નરને પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવા જણાવાયું છે. ફટાકડાના ગેરકાયદેસર વેચાણ સંગ્રહખોરી સામે પગલા લેવા અને કાર્યવાહી કરવા જણાવાયું છે.
ગુજરાતમાં દિવાળીના તહેવારોમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, સરકારે બીજો શું લીધો મોટો નિર્ણય? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Nov 2020 02:40 PM (IST)
રાજ્ય સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિવાળી જ નહીં, અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા સંબંધમાં જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -