ગાંધીનગરઃ ગુજરાતની રૂપાણી સરકારે કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ભવામાં ઘટાડો કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી કે, હવે ખાનગી લેબમાં આરટી-પીસીઆરટ ટેસ્ટ 400 રૂપિયામાં થશે. અગાઉ ખાનગી લેબમાં 700 રૂપિયા ટેસ્ટ માટેના લેવાતા હતા. દર્દીના ઘરે જઈને ટેસ્ટના ભાવમાં પણ ઘટાડો કરાયો છે. દર્દીના ઘરે આરટી-પીસીઆર ટેસ્ટ માટે 550 રૂપિયા લેવામાં આવશે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં કોરોનાના મફતમાં ટેસ્ટ કરવામાં આવે છે. 



નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, હાલ સમગ્ર રાજ્યમા કોરોનાની સ્થિતિ સારી છે. કેસો સતત ઘટી રહ્યા છે. અનેક ક્ષેત્રોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. વેક્સીનેશનનું કામ પણ પુર જોશમાં ચાલી રહ્યું છે. આગામી રવિવારે જેમને બીજો ડોઝ બાકી છે તેવા જ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ કેમ્પ કરવામાં આવશે. આ રવિવારે બીજા ડોઝ માટે વેક્સીનેશનની કામગીરી ચાલશે.


તેમણે જણાવ્યું હતું કે, કોર ગ્રુપ મીટીંગમાં ત્રીજી લહેરની સમીક્ષા માટે સતત આયોજન કરી રહ્યા છીએ. દુનિયા અને ભારતના કેટલાક રાજ્યમાં કોરોના કેસો આવી રહ્યા છે. ગુજરાતમાં જરૂરિયાત ઉભી થાય તો તેનું આયોજન કરાઈ રહ્યું છે.1 કરોડ 61 લાખ rtpcr ટેસ્ક કર્યા છે. 91 લાખ જેટલા રેપીડ ટેસ્ટ રાજ્ય સરકારે અત્યાર સુધી કર્યા છે. ખાનગી લેબ મા rtpcr ટેસ્ટ હવે 400 રૂપિયામાં જ ટેસ્ટ કરશે. 300 રૂપિયા નો રાજ્ય સરકારે ઘટાડો કર્યો છે. ખાનગી લેબ ઘરે જઇ મેં ટેસ્ટ કરે તો અત્યાર સુધી 900 રૂપિયા દર હતો જેમા 350 ઘટાડો કર્યા જેથી હવે 550 જ ચાર્જ લઈ શકશે. 


તેમણે ઉમેર્યું હતું કે, એરપોર્ટ પર અત્યાર સુધી 4000 હતો જેમા 1300 નો ઘટાડો કરી ને 2700 ચાર્જ લઇ શકશે. HRTCમા હજાર દર હતો જેમા 500 નો ઘટાડો કરીને 2500 નો દર રહેશે. સીટી સ્કેન મશીનોની રાજ્યમાં વધતી જતી જરૂરિયાતની માંગણીને લઈને વેવ 3 માટે અમે આયોજન કર્યું છે. જિલ્લા કક્ષાની હોસ્પિયલ માટે નવા 17 સીટી સ્કેન મશીનો ખરીદવામાં આવશે. રાજ્યની મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન વસાવવા માટે 82.50 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવશે. સોલા ગાંધીનગર ગોત્રી 3 મેડિકલ કોલેજમાં MRI મશીન ખરીદવા માટેની મજૂરી સરકારે આપી છે. 112 કરોડ રૂપિયા ના અલગ અલગ હોસ્પિટલના મશીનો ખરીદવા રાજ્ય સરકાર મજૂરી આપી છે.સરકારી કર્મચારીઓના અટકાયેલ મોંઘવારી ભથ્થા સંદર્ભે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, કેન્દ્ર સરકારે જે જાહેરાત કરાઈ છે તેના સવાયા લાભ સાથે રાજ્ય સરકાર કમરચારીઓ માટે ટુક સમય મોંઘવારી ભથ્થાની જાહેરાત કરશે.


આગામી 7 ઓગસ્ટના રોજ સરકારને 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના સંદર્ભે રાજ્ય સરકાર 9 દિવસ અલગ અલગ કાર્યક્રમો કરી રહી છે. જેના માટે પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રાજ્ય સરકારે આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને આમંત્રણ આપ્યું છે. લગભગ પીએમ અને ગૃહ મંત્રી 9 દિવસો પૈકી કોઈ એક દિવસ માટે સમય ફાળવશે અને વર્ચ્યુલી આ કાર્યક્રમમાં જોડાશે.