ગાંધીનગરઃ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં વેપારીઓને કોરોનાની ફરજિયાત રસી મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિવિધ ધંધા-રોજગાર સાથે જોડાયેલા વેપારી-કર્મચારીઓએ 31મી જુલાઇ સુધી ફરજિયાત વેક્સિન લેવાની રહેશે. આ રવિવારે ખાસ કિસ્સામાં વેપારી-કર્મચારીઓને રસી આપવામાં આવશે. સુપરસ્પ્રેડરની વ્યાખ્યામાં આવતાં તમામ વેપારી-કર્મચારીઓને આ રવિવારે વેક્સિન આપવામાં આવશે. 


નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વેંકસિન આપવાનું કામ મોટા પ્રમાણમાં ચાલું છે. 2 કરોડ 31 લાખ લોકોને પહેલો ડોઝ અપાયો છે. 70 લાખ લોકો ને બીજો ડોઝ આપ્યો છે. 3 કરોડ કરતા વધું લોકો ને પહેલો અને બીજો ડોઝ આપ્યો છે. ભારત સરકારે રાજ્યનાં વધારાનો વેક્સિન ડોઝ આપ્યો છે. આજે 15 લાખ વેંકસિન ડોઝ ઉપલબ્ધ છે. રવિવારે અને બુધવારે વેંકસિન આપતાં નથી, તે અંગે અગાઉ જાહેરાત કરી હતી.


ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 50 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે. 


અહીં ન નોંધાયો એક પણ કેસ


વડોદરા શહેરમાં 8, અમદાવાદ શહેરમાં 4, સુરત શહેરમાં 4, આણંદમાં 2, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, સુરત, વડોદરા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ, અમરેલી,  અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર  અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.


 


હાલ કેટલા દર્દી છે વેન્ટિલેટર પર









કયા શહેરમાં કેટલા દર્દીએ આપી કોરોનાને મ્હાત


વડોદરા શહેરમાં 5, અમદાવાદ શહેરમાં 21, સુરત શહેરમાં 6, જામનગર શહેરમાં 9, સુરત ગ્રામ્યમાં 2, નવસારી, વલસાડ, વડોદરા,  અરવલ્લી, સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.