ગાંધીનગરઃ ગુજરાત સરકાર અદાણી પર જાણે કે મહેરબાન થઈ છે. સરકારે અદાણી જૂથ સાથે કરેલા કરાર કરતા વધુ દર ચૂકવી વીજળી ખરીદી છે. વિધાનસભા ગૃહમાં પૂછાયેલા સવાલના જવાબમાં જણાવાયુ કે વર્ષ 2021માં રાજ્ય સરકારે અદાણી પાવર પાસેથી 5589 મીલીયન યુનિટ વિજળી ખરીદી હતી. જ્યારે વર્ષ 2022માં રાજ્ય સરકારે અદાણી પાવર પાસેથી 6007 મિલિયન યુનિટ વિજળી ખરીદી છે. હકીકતમાં  વર્ષ 2007માં સરકારે અદાણી પાસેથી રૂ. 2.35 પ્રતિ યુનિટે વીજળી ખરીદવાના કરાર કર્યા હતા. જો કે સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ રૂ. 8.83 લેખે પણ વીજળી ખરીદી છે. વર્ષ 2021 થી 2022 સુધીના આંકડા જોઈએ તો સરકારે પ્રતિ યુનિટ 2.83 થી લઈ 8.83 લેખે વીજળી ખરીદી છે.


ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આઠમા દિવસની કાર્યવાહી આજે સવારે 10 કલાકે શરૂ થઈ હતી.
ગુજરાત વિધાનસભાની આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કુલ 7 પ્રશ્નોની ચર્ચા થઈ હતી જેમાં મોટાભાગે ઊર્જા, પાણી પુરવઠા અને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના પ્રશ્નો ચર્ચાયા હતા. પ્રશ્નોત્તરીમાં કેટલાક મોટા ખુલાસાઓ પણ સામે આવ્યા હતા. જેમાં રાજ્યની 447 કંપનીઓ પાસેથી સરકારે છેલ્લા 2 વર્ષમાં વસૂલવાના થતાં રૂ. 44 અબજ 700 કરોડથી વધુના નાણાં બાકી હોવાની વિગતો સામે આવી છે.


બીજી તરફ સરકારે અદાણી સાથે કરેલા કરાર કરતા વધુ દર ચૂકવી વીજળી ખરીદી હોવાની વિગત પણ પ્રશ્નોત્તરીમાં સામે આવી છે. વર્ષ 2007માં સરકારે અદાણી સાથે વીજળી ખરીદવા કરાર કર્યા હતા. કરાર મુજબ અદાણી પાસેથી રૂ. 2.89 અને રૂ. 2.35 પ્રતિ યુનિટે વીજળી ખરીદવાની હતી. સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ રૂ. 8.83 લેખે પણ વીજળી ખરીદી હોવાનું સામે આવ્યું છે.

અદાણી પાસેથી સરકારે કેટલા દરે કેટલી વીજળી ખરીદી ?


 


 


જાન્યુઆરી 2021માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 2.83 રૂપિયા લેખે રૂ. 49 કરોડની 755 મિલિયન યુનિટ વીજળી ખરીદી

ફેબ્રુઆરી 2021માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 3 રૂપિયા લેખે રૂ. 44 કરોડની 384 મિલિયન યુનિટ વીજળી ખરીદી

માર્ચ 2021માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 3.36 રૂપિયા લેખે રૂ. 60 કરોડની 432 મિલિયન યુનિટ વીજળી ખરીદી

એપ્રિલ 2021માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 3.53 રૂપિયા લેખે રૂ. 60 કરોડની 783 મિલિયન યુનિટ વીજળી ખરીદી

મે 2021માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 3.66 રૂપિયા લેખે રૂ. 58 કરોડની 517 મિલિયન યુનિટ વીજળી ખરીદી

જૂન 2021માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 3.67 રૂપિયા લેખે રૂ. 58 કરોડની 648 મિલિયન યુનિટ વીજળી ખરીદી

જુલાઈ 2021માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 3.71 રૂપિયા લેખે રૂ. 49 કરોડની 303 મિલિયન યુનિટ વીજળી ખરીદી

ઓગસ્ટ 2021માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 3.85 રૂપિયા લેખે રૂ. 49 કરોડની 493 મિલિયન યુનિટ વીજળી ખરીદી

સપ્ટેમ્બર 2021માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 3.93 રૂપિયા લેખે રૂ. 57 કરોડની 243 મિલિયન યુનિટ વીજળી ખરીદી

ઓકટોબર 2021માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 4.51 રૂપિયા લેખે રૂ. 51 કરોડની 417 મિલિયન યુનિટ વીજળી ખરીદી

નવેમ્બર 2021માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 4.97 રૂપિયા લેખે રૂ. 65 કરોડની 165 મિલિયન યુનિટ વીજળી ખરીદી

ડિસેમ્બર 2021માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 5.40 રૂપિયા લેખે રૂ. 72 કરોડની 450 મિલિયન યુનિટ વીજળી ખરીદી

જાન્યુઆરી 2022માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 5.57 રૂપિયા લેખે રૂ. 60 કરોડની 480 મિલિયન યુનિટ વીજળી ખરીદી

ફેબ્રુઆરી 2022માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 5.38 રૂપિયા લેખે રૂ. 28 કરોડની 291 મિલિયન યુનિટ વીજળી ખરીદી

માર્ચ 2022માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 5.92 રૂપિયા લેખે રૂ. 105 કરોડની 1042 મિલિયન યુનિટ વીજળી ખરીદી

એપ્રિલ 2022માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 6.29 રૂપિયા લેખે રૂ. 118 કરોડની 1467 મિલિયન યુનિટ વીજળી ખરીદી

મે 2022માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 7.01 રૂપિયા લેખે રૂ. 120 કરોડની 731 મિલિયન યુનિટ વીજળી ખરીદી

જૂન 2022માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 7.75 રૂપિયા લેખે રૂ. 117 કરોડની 633 મિલિયન યુનિટ વીજળી ખરીદી

જુલાઈ 2022માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 5.46 રૂપિયા લેખે રૂ. 112 કરોડની 17 મિલિયન યુનિટ વીજળી ખરીદી

ઓગસ્ટ 2022માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 8.76 રૂપિયા લેખે રૂ. 110 કરોડની 150 મિલિયન યુનિટ વીજળી ખરીદી

સપ્ટેમ્બર 2022માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 8.85 રૂપિયા લેખે રૂ. 117 કરોડની 697 મિલિયન યુનિટ વીજળી ખરીદી

ઓકટોબર 2022માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 8.54 રૂપિયા લેખે રૂ. 122 કરોડની 323 મિલિયન યુનિટ વીજળી ખરીદી

નવેમ્બર 2022માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 8.53 રૂપિયા લેખે રૂ. 117 કરોડની 56 મિલિયન યુનિટ વીજળી ખરીદી

ડિસેમ્બર 2022માં સરકારે અદાણી પાસેથી પ્રતિ યુનિટ 8.83 રૂપિયા લેખે રૂ. 121 કરોડની 120 મિલિયન યુનિટ વીજળી ખરીદી