Gujarat IAS transfers: ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં વધુ એક મોટો ફેરફાર કર્યો છે. 1 ફેબ્રુઆરી, 2025ના રોજ 59 IAS અધિકારીઓની સામૂહિક બદલી કર્યા બાદ, આજે 21 ફેબ્રુઆરીના રોજ ફરીથી બે સિનિયર IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ સાથે જ, 20 જેટલા અધિકારીઓને પ્રમોશન આપીને મહત્વના હોદ્દાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
જે બે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં મોના કે. ખંધાર અને મનીષા ચંદ્રાનો સમાવેશ થાય છે. મોના કે. ખંધાર, જેઓ અગાઉ પંચાયતો, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગના અગ્ર સચિવ તરીકે કાર્યરત હતા અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવનો વધારાનો હવાલો સંભાળતા હતા, તેઓને હવે સંપૂર્ણ રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ, મનીષા ચંદ્રા, જેઓ ગ્રામીણ વિકાસ કમિશનર અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા, તેઓને પંચાયતો, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
આ ઉપરાંત, ભારત સરકારના નોટિફિકેશન દ્વારા IASમાં બઢતી મળતા રાજ્યના 20 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. પ્રમોશન પામેલા અધિકારીઓમાં એચ.જે. પ્રજાપતિ, સી.સી. કોટક, અને કે.જે. રાઠોડ સહિતના નામોનો સમાવેશ થાય છે. પ્રમોશન બાદ આ અધિકારીઓને નીચે મુજબના મહત્વના હોદ્દાઓ પર નિયુક્તિ આપવામાં આવી છે:
- એચ. જે. પ્રજાપતિ: પોરબંદર મ્યુનિસિપલ કમિશનર
- સી. સી. કોટક: નાયબ નિયામક, સ્પીપા, મહેસાણા
- કે. જે. રાઠોડ: અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, સુરત
- ડો. એસ. જે. જોશી: એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, INDEXT-C, ગાંધીનગર
- વી. આઈ. પટેલ: સંયુક્ત સચિવ, GPSC, ગાંધીનગર
- પી. એ. નિનામા: નાયબ કમિશનર, ગ્રામીણ વિકાસ, વડોદરા
- કે. પી. જોશી: નાયબ મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મનપા
- બી.એમ. પટેલ: ડિરેક્ટર, DRDA, દાહોદ
- કવિતા શાહ: વહીવટી અધિકારી, નેશનલ હેલ્થ મિશન, ગાંધીનગર
- બી. ડી. ડવેરા: એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, GIDC, ગાંધીનગર
- એ. જે. ગામીત: નાયબ કમિશનર, સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી, વડોદરા
- એસ. કે. પટેલ: એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ સિટી, અમદાવાદ-ગાંધીનગર
- એન. એફ. ચૌધરી: RAC, ગાંધીનગર
- એચ. પી. પટેલ: સ્પેશિયલ ડ્યુટી ઓફિસર, મુખ્યમંત્રી કાર્યાલય, ગાંધીનગર
- જે. કે. જાદવ: ડિરેક્ટર, DRDA, નર્મદા
- ડી. કે. બ્રહ્મભટ્ટ: RAC, ગાંધીનગર
- એમ. પી. પંડ્યા: મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ
- આર. વી. વાળા: ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, GWSSB
- આર. વી. વ્યાસ: સ્પેશિયલ ડ્યુટી ઓફિસર, મુખ્યમંત્રી કાર્યાલય, ગાંધીનગર
- એન. ડી. પરમાર: સંયુક્ત ચૂંટણી અધિકારી, ગાંધીનગર
આ પણ વાંચો...