ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે  રાજ્ય સરકારે નવી SOP જાહેર કરી છે. રાજ્યના 27 શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે. રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે. 


સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા,  વાંકાનેર, ધોરાજી, જેતપુર, અંકલેશ્વરમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ કરાયો છે. 29 જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂની ગાઈડલાઈન અમલમાં રહેશે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.


રાજ્યમાં લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમક્રિયા/દફનવિધીમાં મહત્તમ 100 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે.  


હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે. ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી  દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.


Ahmedabad : યુવતી પ્રેમી સાથે માણતી હતી શરીરસુખ, અંગતપળોની પ્રેમીએ લીધી તસવીરો ને પછી તો.....


 


Punjab BJP Candidates List 2022: ભાજપે પંજાબમાં ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ


 


કોરોના કાળમાં વર્ક ફ્રૉમ હૉમ માટે બેસ્ટ છે આ ત્રણ પ્લાન, મળશે ફાસ્ટ સ્પીડની સાથે એક્સ્ટ્રા બેનિફિટ્સ, જાણો..........


iPhoneની સાથે સાથે Apple આગામી વર્ષે લાવી રહ્યું છે iCar, જાણો નવા પ્રૉજેક્ટ વિશે...........