રૂપાણી સરકારના કયા મંત્રીને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Jul 2020 11:20 AM (IST)
રમણ પાટકર વિજય રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના વનમંત્રી છે. તેમને કોરોના પોઝિટિવ આવતાં યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારના મંત્રી રમણ પાટકરને કોરોનાનો રિપોર્ટ પોઝિટિ આવ્યો છે. કોરોનાં જેવા લક્ષણો જણાતા તેમણે રિપોર્ટ કરાવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ આજની કેબિનેટ બેઠકમાં નહીં રહે. રમણ પાટકરના કોરોના રિપોર્ટ અંગે નાયબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પુષ્ટી કરી છે. રમણ પાટકર વિજય રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના વનમંત્રી છે. તેમને કોરોના પોઝિટિવ આવતાં યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગઈ કાલે ભાજપના કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયા અને કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. અગાઉ ભાજપના અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.